________________
પોતાનો પતિ પરદેશ ગયેલ છે, તથા તે મિથ્થામતિ હોવાથી મારા મતને અનુકુળ થશે કે નહિ તેવા સંક્ષોભથી તેણી પ્રથમ તો મહાવિચારમાં પડી, પરંતુ કલ્પવૃક્ષ તુલ્ય શ્રીસંઘ સમેત ગુરુમહારાજ પધાર્યા છે તો તેમના વચનનો અનાદર કેમ થાય એમ વિચારી સ્વજનોની અનુમતિ મેળવી પોતાના અતિપ્રિય પુત્ર ચાંગદેવને અર્પણ કર્યો. તેને લઈ ગુરુમહારાજા તીર્થયાત્રા કરતાં કર્ણાવતી પધાર્યા. ત્યાં ઉદયન મંત્રીને ત્યાં તે બાળકનું રક્ષણ કરવામાં આવ્યું. તેના સંયમ લેવાના પરિણામ જોઈ સંઘના તમામ લોકો તેને ધન્યવાદ દઈ માન આપવા લાગ્યા.
હવે અહીં ચાચિગ શેઠ પરગામથી ઘેર આવ્યા, ત્યારે પાહિનીએ સર્વ વૃતાન્ત નિવેદન કર્યું. સાંભળતાં વાર જ તે શેઠે એવો નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મારા વહાલા પુત્રનું મુખ ન જોઉં ત્યાં સુધી સમસ્ત આહારનો મારે ત્યાગ છે. પોતે કર્ણાવતી આવ્યા, એટલે અવસરણ દેવચંદ્ર સ્વામીએ તેને એવો સજજડ ઉપદેશ આપ્યો કે તેણે પણ પીગળી જઈ પોતાના પુત્રને ગુરુને સ્વાધીન કરવા સંમતિ આપી.
ઉદયનમંત્રી ચાચિગને પોતાને ઘેર લઈ ગયો અને તેમનો બહુજ સત્કાર કર્યો. ચાચિગ તેમજ ઉદયનમંત્રીએ મહામહોત્સવ પૂર્વક વિક્રમ સંવત ૧૧૫૦ માં ચાંગદેવને દીક્ષા અપાવી. તે વખતે ગુરુએ સોમદેવ મુનિ એવું નામ આપ્યું.
ત્યાર પછી શ્રીસંઘે આ મુનિશ્રીના ચમત્કારી ગુણોથી પ્રેરાઈ “હેમચંદ્ર” એવું નામ આપ્યું. ત્યાર બાદ સરસ્વતી દેવની ઉપાસના કરવા સારુ તેઓશ્રી કાશ્મીરમાં ગયા, પછી તેમણે વિદ્યાના પ્રવાદ તથા સંવાદમાં સુંદર એવા કેટલાક મંત્રો આમ્નાય સહિત પ્રાપ્ત કરીને ત્યાંથી વિહાર કર્યો.
દેવેન્દ્રસૂરિ તથા મલયગિરિસૂરિ નામના બે આચાર્યો સાથે માર્ગમાં તેમને સમાગમ થયો. તેમની સાથે તેઓ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા શ્રી ગિરનાર પર્વત પર ગયા અને ત્યાં પદ્મિની સ્ત્રી જેવી ઉત્તર સાધક તરીકે ઉભી રાખી; છતાં મનને જરા માત્ર વિકારાધીન થવા ન દીધું, અને શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org