________________
૩૨
કુમારપાળચરિત્ર (૧૦) જિનહર્ષસૂરિષ્કૃત કુમારપાળ રાસ (૧૧) ૠષભદાસકૃત કુમારપાળ રાસ (૧૨) યશઃપાળમંત્રિકૃત મહામોહ પરાજય નાટક વગેરે. જેમને વિસ્તારથી આ સૂરિનું ચરિત્ર પ્રાપ્ત કરવા ઈચ્છા હોય તેમને ઉપલા ગ્રન્થો જોવાની જરૂર વિચારીએ છીએ.
પૂર્ણવલ્લી ગચ્છના અધિપતિ શ્રી ગુણસેનસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ મહારાજ વિહાર કરતાં કરતાં ધંધૂકા નગરમાં પધાર્યા. ત્યાં ચાચિંગ નામે મોઢ વંશનો એક શેઠીયો રહેતો હતો. તેની ભાર્યા પાહિની જાણે જિનશાસનની દેવી ના હોય તેવી હતી. તેણીને એક દિવસ ગુરુ મહારાજને રત્ન ચિંતામણી અર્પણ કર્યાનું સ્વપ્ન આવ્યું. પ્રાતઃકાળે તે પતિવ્રતા સ્ત્રીએ શ્રીદેવચંદ્રસૂરિ પાસે જઈ તે સ્વપ્નનું ફળ પૂછ્યું. સૂરીશ્વરે કહ્યું કે, “બેન, તમને ચિંતામણી સમાન પુત્ર પ્રાપ્ત થશે. પરંતુ તમે તે પુત્રરત્ન ગુરુમહારાજને અર્પણ કરશો, અને તે શ્રી જૈનશાસનનો ઉદ્યોત કરનાર મહાન્ આચાર્ય થશે.” આ પ્રમાણે ગુરુમહારાજની વાણીથી આનંદિત થયેલી પાહિનીએ દૈવયોગે તે જ દિવસથી ગર્ભ રહ્યો. અને અનુક્રમે વિક્રમ સંવત ૧૧૪૫, કારતક પૂર્ણિમાની રાત્રે પુત્ર પ્રસવ થયો. પછી જન્મોત્સવપૂર્વક સ્વજનોએ તે બાળકનું ચાંગદેવ નામ પાડ્યું. તેની પાંચ વર્ષની ઉંમર થઈ ત્યારે એક દિવસ તેની માતા સાથે તે દેવવંદન કરવા ગયો અને ત્યાં દેવવંદનાર્થે પધારેલા શ્રી દેવચંદ્રે ગુરુના આસન ઉપર બાલ્યાવસ્થાના ચપળ સ્વભાવથી ચડી બેઠો. તે જોઈને ગુરુએ પહિનીને કહ્યું કે “હે સુશ્રાવિકે, પ્રથમ મેં કહેલું સ્વપ્નનું ફળ યાદ છે? હવે તે સફળ થવાનું છે.” પછી બાળકના અંગ લક્ષણો જોઈ તેઓ ફરીથી બોલ્યા, “જો આ ક્ષત્રીય કુળમાં જન્મ્યો હોય તો સાર્વભૌમ રાજા થાય, બ્રાહ્મણ અગર વણિક કુળમાં અવતરેલો હોય તો મહાઅમાત્ય થાય, અને જો દીક્ષા ગ્રહણ કરે તો આ કલિયુગમાં મૃતયુગ પ્રવર્તાવે તેવો થાય.” એ પ્રમાણે ગુરુના વચનામૃતથી ઉલ્લાસ પામી પાહિની પુત્રસહિત પોતાને ઘેર ગઈ. ગુરુ પણ ધર્મશાળામાં આવી શ્રીસંઘને એકત્ર કરી સાથે લઈ ચાચિગ શેઠને ઘેર ગયા. એ વેળાએ ચાચિંગ શેઠ પરગામ ગયેલા હતા. શ્રીસંઘે ચાંગદેવની યાચના કરી, માતા તરીકેના સ્નેહને લીધે તેમજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org