SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ભંડારોમાં મળતી નથી. તે દલીલ પણ નિર્જીવ છે. ઉપર જણાવ્યું તેમ તેની ઘણી જરૂર નહિ પડવાથી તેની ઘણી પ્રતો થયેલી નહિ, તે છતાં પણ પાટણના ભંડારમાં ૨૭મા નંબરના દાબડામાં ૧૪મા નંબરની પ્રત છે તે જોઈ લેવી. કેટલાક જૈનો જેઓના વિચારો જમાનાને અનુસરી બદલાતા જાય છે તેઓનું એમ માનવું હતું કે આ ગ્રન્થમાંથી વિધવા પુનર્લગ્નની બાબત નીકળી આવશે. અમે મૂળગ્રન્થ, શ્લોકોની ટીકા સાથે અક્ષરસઃ છપાવ્યો છે, અને તે પરથી નિશ્ચયથી કહી શકીએ છીએ તેમાં વિધવા પુનર્લગ્નની વાત નથી એટલું જ નહિ પણ તેના વિરુદ્ધ પુરાવા અનેક છે. જૈન ધર્મ જેની ઉચ્ચભાવના તideal) યોગીરૂપે છે. તે જેથી કામવિકારની વૃદ્ધિ થાય તેવો માર્ગ દર્શાવે જ નહિ. વળી આ જ ગ્રંથમાં પનર્ભવ પુત્રને જૈનોએ ધનમાં ભાગ લેનાર ગણ્યો નથી. કારણ કે પતિના મરણ પછી વિધવાના બીજા પુરૂષ સાથેના સંબંધથી તે ઉત્પન્ન થયેલો છે. માટે પૌનર્ભવનો તિરસ્કાર કરી તેના કારણભૂત વિધવા પુનર્લગ્નનો પણ નિષેધ કર્યો એમ સ્પષ્ટ જણાય છે. આ ગ્રંથની સાથે હેમાચાર્યનું ટુંક જીવન વૃતાન્ત જે પ્રાપ્ત થયું તે આપ્યું છે. પણ જ્યારે વધારે ગ્રન્થો તત્સંબંધી જોવામાં આવશે ત્યારે બીજી આવૃત્તિમાં સંપૂર્ણ જીવનચરિત્ર આપવા પ્રયત્ન કરવામાં આવશે. આ ગ્રન્થના સંબંધમાં હવે એક ઉપયોગી બાબત વિચારવાની છે. આ ગ્રન્થ ઉપર જણાવેલા તેમજ બીજા કેટલાક વિષયો સિવાય અન્ય હિંદુ ગ્રન્થો જેવા કે મનુસ્મૃતિ યાજ્ઞવલ્કયસ્કૃતિ અને વ્યવહારમયૂખને ઘણી બાબતોમાં મળતો આવે છે. તેથી કોઈને એમ માનવાને કારણ મળે કે આ ગ્રન્થ તે પુસ્તકોને આધારે પાછળથી રચાયેલો હશે. તે દલીલની અસત્યતા બતાવવાને બે પુરાવા છે. એક તો એ છે કે જોકે આ લઘુ અનીતિ નામનો ગ્રન્થ તો કુમારપાળના સમયમાં લગભગ ૧૨૦૦ની સાલમાં રચાયો પણ તેના આધારભૂત માગધી બૃહદનીતિ પ્રાચીન સમયની છે અને જેના શ્લોક આ લઘુ અહનીતિમાં ટાંકવામાં આવેલા છે. વળી પાશ્ચાત્ય વિદ્વાન આર્યધર્મોના ગ્રન્થોનો સતત અભ્યાસી પ્રો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy