________________
૩૦
મેક્ષમ્યુલર જણાવેલ છે કે આર્યાવર્તના ધર્મપુસ્તકોના સમ્બન્ધમાં અમુક ગ્રન્થકારે અમુક ગ્રન્થકારમાંથી ચોરી કરી એમ નિશ્ચયતાથી કરી શકાતું નથી. કારણ કે તે દેશનું આખું વાતાવરણ ઉચ્ચ વિચારથી ભરપૂર હતું, અને તેમાંથી પોતાને રૂચના વિચારો લઈ દરેક ગ્રન્થકાર પોતાની શક્તિ પ્રમાણે, તેમજ શ્રોતાવર્ગની પાત્રતાનો વિચાર કરી ગ્રન્થ રચતો. આવા ગ્રન્યો ઘણી જ બાબતમાં મળતા આવે તો પ્રો. મેક્ષમ્યુલરના વિચાર પ્રમાણે કાંઈ અદ્ભૂત નથી.
હિંદુઓ અને જૈનો નીતિ અને વ્યવહારના વિચારોમાં પરસ્પર વિરોધી નથી, પણ એક જ આર્યાવર્તમાં વિચાર પ્રદેશમાં ઉત્પન્ન થયેલા બાળકો છે. જ્યારે આટલી બધી સમાનતા છે તો પછી જેથી દરેક રીતે બન્નેમાં શાંતિના અને એકતાના વિચારો વૃદ્ધિ પામે તેવો પ્રયત્ન થાય તેમાંજ આર્યાવર્તન તેમજ આપણા ભવિષ્યનો ઉદય છે. તેમાં આ ગ્રન્થ' સહાયભૂત થાઓ એવી વીતરાગ પરમાત્મા પ્રતિ આ લેખકની અંતઃકરણથી પ્રાર્થના છે.
રતનપોળ, અમદાવાદ.
તા. ૫-૮-૧૯૦૬
લી. ભાષાન્તર કર્તા માણિલાલ નથુભાઈ દોશી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org