________________
બીજા આઠ પ્રકારના પુત્રોને પણ ધનમાં ભાગ લેનારા માન્યા છે, જેવાં કે :- પૌનર્ભવ, કાનન, પ્રછન્ન, ક્ષેત્રજ, કૃત્રિમ, અપવિદ્ધ, દત્ત, સોઢજ આ બધાનું લક્ષણ ૧૩૩ મું પાનું જોવાથી સહજ માલૂમ પડશે. તેમાં જારપણું વ્યભિચાર) વિગેરે દોષો હોવાથી જૈન શાસ્ત્રકારોએ તેમને ભાગના અધિકારી માન્યા નથી. તેમજ કેટલાક શ્લોકોમાં પણ “જિનાને' શબ્દ આવે છે, અને તે શ્લોક જૈનોના આગમમાં તે સંબંધી જણાવેલું છે એવી સાક્ષી આપે છે. અને પ્રાયશ્ચિત પ્રકરણ પણ કર્તાનું જૈન ધર્મસંબંધી ઉંડું જ્ઞાન દર્શાવી આપે છે. વળી આ ગ્રન્થમાં વ્યવહાર ભાષ્યમાંથી તથા બૃહદહનીતિ ગ્રન્થો પરથી કેટલાક માગધી શ્લોકો ટાંકવામાં આવ્યા છે, તે પરથી તેમજ દરેક પ્રકરણના અંતે “વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ બૃહદઈનીતિ નામાં ગ્રન્થ જોઈ લેવો” એવું કથન કરવા પરથી એમ સહજ અનુમાન થાય છે કે તે ગ્રન્થ હોવો જોઈએ. વળી હિતુ એવું માગધી રૂપ તુ ને બદલે એક સ્થળે (૧૮૭ પૃ) મૂળ પ્રતમાં જોવામાં આવે છે તે અમે શ્લોકમાં રહેવા દીધું છે. તે પરથી પણ જણાય છે કે માગધી પરથી આ ગ્રન્થ રચાયેલો હોવો જોઈએ.
વળી હરિભદ્રસૂરિના ૧૪૪૦ ગ્રન્થોમાંથી હાલમાં ફક્ત પચાશએક આશરે માલૂમ પડે છે. અને બીજા મુસલમાની રાજ્યના સમયમાં નાશ પામ્યા હોય તેમ લાગે છે. એ જ રીતે આ ગ્રન્થ પણ કદાચ નાશ પામ્યો હોય તો તે અશક્ય નથી. છતાં કોઈ પાસે તે ગ્રન્થ હોય, અને અમને તે ઉતરાવવા આપશે તો તેને પચીશ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. કેટલાક લોક એવી દલીલ લાવે છે કે જો આ અહંનીતિ હેમાચાર્યનો ગ્રન્થ હોય તો તેમના બીજા ગ્રન્થોની માફક તેની પ્રમાણતા કેમ ટાંકવામાં આવતી નથી. તેના પ્રત્યુત્તર રૂપે કહી શકાય કે આ ગ્રન્થમાં રાજકીય વ્યવહારિક તથા પ્રાયશ્ચિત્તાદિ પ્રકરણનો સમાવેશ થાય છે. જો કે આખા ગ્રન્થમાં ધાર્મિક વિચાર પ્રાધાન્યતા ભોગવે છે. તે છતાં મુખ્ય બાબત વ્યવહારિક ધર્મની છે. અને જૈનોના ઘણાખરા ગ્રન્થો ધાર્મિક વિષયને લગતા હોવાથી તેમાં આ ગ્રન્થની શાખ ન ટાંકી હોય તે સંભવિત છે.
બીજી એક દલીલ એ લાવવામાં આવે છે કે તેની પ્રત ઘણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org