________________
ગ્રન્થ વિવેચન
હવે આ ગ્રન્થના સમ્બન્ધમાં કેટલુંક જણાવવાની આવશ્યકતા વિચારીએ છીએ. કેટલાક મનુષ્યો એમ ધારે છે કે આ ગ્રન્થ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનો રચેલો નથી, પણ કોઈક બ્રાહ્મણ જે જૈનોના સમ્બન્ધમાં આવ્યો હોય તેણે રચેલો હોય. આ બાબતમાં બીજો મત એ છે કે માગધીમાં રચાયેલા બૃહદનીતિ નામા ગ્રન્થ ઉપરથી સંક્ષિપ્ત રૂપે આ પુસ્તક છે અને તેના બનાવનાર હેમાચાર્ય છે. તેમને જેમ અનેક ગ્રન્થો માગધીમાંથી સંસ્કૃત રૂપે લખ્યા તેમ આ પણ લખ્યો હોય તો તે અસંભવિત નથી. માગધી ભાષામાંથી સંસ્કૃત ભાષામાં ગ્રન્થ લખવો તે તેમની વિદ્વતા તેમજ કાવ્ય કરવાની અનુપમ શક્તિને લીધે રમત જેવું હતું. વળી ભાષાની સરલતા ઉપરથી પણ જણાય છે કે આ ગ્રન્થ હેમાચાર્યનો હોવો જોઈએ. જો કે નવો ગ્રન્થ લખે અને તેમાં જેટલી વાક્યરચના ઉત્તમ હોઈ શકે તેટલી ઉત્તમ પ્રકારની આ ગ્રન્થમાં માલૂમ પડતી નથી, કારણ કે મૂળ પ્રાચીન માગધી ગ્રન્થ ઉપરથી સંક્ષેપમાં સંસ્કૃતમાં આ રચવાનો હતો. છતાં શૈલી તો તેમના આદીશ્વર ચરિત્ર આદિ બીજા ગ્રન્થો જેવી લાગે છે. હવે આ ગ્રન્થ બ્રાહ્મણનો નહિ પણ જૈનનો રચેલો છે, તે બાબત તો શંકા જેવું છે જ નહિં કારણ કે આ પુસ્તકના પ્રથમ મંગલાચરણમાં પ્રથમ તથા છેલ્લા તીર્થકરને નમસ્કાર કર્યા છે અને ગ્રન્થના મધ્ય ભાગમાં બીજા બાવીશ તીર્થકરને નમસ્કાર કરી વિષયનું વિવેચન કર્યું છે. વળી આ ગ્રન્થમાં હિંદુ ધર્મશાસ્ત્રો કરતાં કેટલેક અંશે ભિન્નતા પણ માલૂમ પડે છે. કારણ કે જ્યારે હિંદુ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ હક્ક પુત્રનો અને પછી માતાનો છે. ત્યારે આ ગ્રન્થકારના મત પ્રમાણે (પૃ. ૧૩૪) પતિના મરણ પછી પ્રથમ હક સ્ત્રીનો અને પછી પુત્રનો છે. તેમજ વિધવાના સંબંધમાં જે હકોનું પ્રતિપાદન કર્યું છે તે ઉપરથી જણાય છે કે જૈનો સ્ત્રી જાતિને તુચ્છ નહિ ગણતાં ઉચ્ચ પદ આપનાર છે, કારણ કે આત્માની અપેક્ષાએ સ્ત્રી-પુરૂષ સરખાં છે તો પછી સ્ત્રીના હકનો શી રીતે નાશ થઈ શકે ! બીજું જૈનમાં ફક્ત પાંચ પ્રકારના પુત્રોનો હકદાર વારસ માન્ય છે, ત્યારે હિંદુ શાસ્ત્રોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org