________________
૧૯૭
પોતાની મરજી મુજબ ચાલનારી વિધવા સ્ત્રી, સજ્જનોની સાથે વિરોધ કરનાર મનુષ્ય, વગર કારણે કલેશ કરનાર, ઉત્તમ જાતિવાળાઓને સ્પર્શ કરનાર ચાંડાલ, દેવ તથા પિતરોનું અન્ન ખાનાર, તેમ શૂદ્ર તથા સાધુઓનું અન્ન જમનારો, અધિકાર નહિ છતાં એટલે પોતે તે કામને લાયક નહિ છતાં તે કામ કરનારો
ઉપરના મનુષ્યોનો રાજાએ દશ રૂપિયા દંડ કરી ન્યાત બહાર કરવા. તે ન્યાત બહાર થયેલાઓને પ્રાયશ્ચિત કરાવ્યા સિવાય ન્યાતમાં દાખલ કરવા નહિ.
क्षुद्रतिर्यग्वृषादीनामश्वानां पुंस्त्वघातकः । गर्भदास्यपहारी च दंड्यो युग्मशतैः सदा ।। १५ ।।
બળદ આદિ તિર્યંચ પ્રાણી તથા ઘોડાઓના પુલ્લિંગપણાનો નાશ કરનાર અર્થાત્ તેમને ખાસી કરનાર અને ગર્ભ તથા દાસીને હરનાર હમેશાં બસો રૂપિયાના દંડને પાત્ર છે.
-
भ्रातृमातृपितृस्वसृगुरुशिष्यसुहृत्सुतान् ।
प्रयोगेन वशीकुर्वन् दंड्यो रौप्यशतैर्भवेत् ।। १६ ।।
ભાઈ, માતા, પિતા, બેન, શિષ્ય, મિત્ર, તથા છોકરાઓને જે મંત્ર પ્રયોગ વડે વશ કરે છે તેનો દંડ સો રૂપિયા કરવો. આધિવિષયેત્તિ સાહસં મવતીષુષ્યતે ।। આધિ વિષયમાં પણ સાહસ થાય છે, તે કહે છે :
निर्णेजकश्च रजको गृहीत्वान्यांशुकानि चेत् । स्थापयेदाधिरूपेणालातुं राजतमुद्रिकाः ।। १७ ।। द्रव्यलोभाद्विवाहादौ परिधातुं च मानवम् । कंचित्प्रति यदा देयादुत्तमान्यंशुकानि च ।। १८ ।। निह्नुते नूतनं वस्त्रं दातुमन्यं पुरातनम् । शर्करादृषदां वंदे क्षालनान्नाशयेच्च यः ।। १९ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org