________________
૧૯૬
तत्र सर्वस्वहरणं तदंगछेदनं वधम् । कुर्याच्छिरस मुद्रांकं पुरान्निर्वासनं नृपः ।। ८ ।
તે ઉત્તમ સાહસના ગુનાહ કરનારનું સર્વસ્વ લુંટી લેવું, તેના કોઈ અવયવનું છેદન કરવું. તેના કપાળમાં નાણાનો ડામ દઈ નગરથી બહાર રાજાએ કાઢી મૂકવો. परद्रव्यापहरणे तन्मूल्याद्विगुणो दमः । निन्हवे तुर्यगुणितः प्रेरको दंड्यते शतैः ।। ९ ।।
પારકું દ્રવ્ય ચોરનારને તે ચોરેલા દ્રવ્યથી બમણો દંડ કરવો. ઉચાપત કરનારનો ચારગણો દંડ કરવો અને પ્રેરણા કરનારનો સો રૂપિયા દંડ કરવો.
पूज्यापमानकृद् भ्रातृजायापीडनकार्यकृत् । संदिष्टार्थाप्रदाता च गृहमुद्राविभेदकः ।। १० ।— उपक्षेत्रगृहाणां च सीमाभंजनपूर्वकम् । स्वभूमौ मेलनं कर्ता दम्यते शतराजतैः ।। ११ ।।
જે માણસ પૂજ્ય મનુષ્યોનું અપમાન કરે, ભાઈની સ્ત્રીને પીડા કરે, મોકલેલી વસ્તુ આપે નહિ તથા ઘરનું તાળું તોડી નાખે, પડોશના ખેતરના તથા પડોશના ઘરની જમીનની મર્યાદા તોડી પોતાની જમીન સાથે મેળવી દે તેનો સો રૂપિયા દંડ કરવો.
स्वच्छंदविधवा नारी विक्रोष्टा सज्जनैः सह । निष्कारणविरोधी च चांडालश्चोत्तमान्स्पृशन् ।। १२ ।। दैवपैत्र्यान्नभोजी च शूद्रप्रव्रजितान्नभुक् । अयुक्तशपथं कुर्वन् अयोग्यो योग्यकर्मकृत् ।। १३ ॥ दंड्यो दशमितैरौप्यैर्भिन्नः कार्यः स्वजातितः । प्रायश्चित्तं विना नैव ज्ञातौ स्थाप्या बहिष्कृता ।। १४ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org