________________
૧૯૫ त्रिधा तल्लघुमध्योत्तमादिभेदैर्बुधैः स्मृतम् । एतस्य विस्तृतिर्वृद्धार्हन्नीतौ समुदाहृता ।। ३ ।।
મનુષ્યો ક્રોધથી અથવા ધન ખાતર સાહસ કામ કરે છે. તે સાહસ આપદાઓનું સ્થાન છે એમ સારા પુરૂષો કહે છે. સાહસકર્મ લધુ, મધ્યમ તથા ઉત્તમ એ ત્રણ પ્રકારના ભેદવાળું વિદ્વાનોએ કહેલું છે. એનો વિશેષ વિસ્તાર બૃહદઈનીતિમાં રૂપે પ્રકારે વર્ણવ્યો છે. क्रियापेक्षो हि दंडोऽयं त्रिविधस्त्रिषु वर्णितः ।। चंद्रबाणवृषैरौप्यैः शतैर्वाल्पस्ततो भवेत् ॥ ४ ॥
ત્રણ પ્રકારના સાહસમાં એ ત્રણ પ્રકારે સાહસકર્મની અપેક્ષાએ સો પાંચસો અથવા હજાર રૂપિયા દંડ થાય છે. અથવા તેથી ઓછો પણ થાય છે. क्षेत्रोपकृतिहेतूनां वस्तूनां छेदने तथा । उदकबंधविनाशे च प्रथमं साहसं स्मृतम् ॥ ५ ॥ ' ખેતરની ઉપકૃતિના હેતુભૂત વસ્તુઓનું છેદન, તથા પાણીના બંધનો નાશ કરવો તેમાં પ્રથમ સાહસનો દંડ કહેલો છે. लोभेन बालकन्याया भूषणानि दिवा निशि ।
यश्चोरयति तत्कृत्ये दंडो मध्यमसाहसम् ॥ ६ ॥ - લોભથી બાળક અને કન્યાઓનાં ઘરેણાં રાત્રિ દિવસ જે ચોરે
છે તે કૃત્યમાં તેનો મધ્યમ સાહસનો દંડ કહેલો છે. विषशस्त्रभयाधैर्यः परदारान्निषेवते । भूषणार्थं प्राणघातं करोत्युत्तमसाहसम् ॥ ७ ॥
વિષ, શસ્ત્ર ઈત્યાદિનો ભય બતાવી જે પારકી સ્ત્રીનું સેવન કરે છે અને ઘરેણાને માટે જે પ્રાણનો ઘાત કરે છે તે ઉત્તમ સાહસના દંડને પાત્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org