________________
૧૯૮
दंडस्तेषां क्रमात् ज्ञेय आधौ च दशराजतैः । ૌથમે ત્વચાને નિહ્રવે પંચમ: | ૨૦ || शर्करादृषदां वृंदे क्षालयन्नाशयेद्यदि । वस्त्राणि रजकस्तर्हि यथादोषं च दंडभाक् ॥ २१ ।।
જો ધોવાને લઈ ગયેલો ધોબી ઘરાકનાં લુગડાં ઘરે મૂકીને પૈસા લઈ આવે, અથવા પૈસાના લોભથી કોઈનાં ઉત્તમ વસ્ત્ર વિવાહાદિ કાર્યમાં ભાડું લઈ બીજાને પહેરવા આપે, કેટલીક વખત નવું લુગડું પચાવી પડી બીજું જુનું લુગડું બદલે આપે, અને રેત તથા પથરામાં અફાળી ફાડી નાખે, તો એવો ગુનો કરનાર ધોબીનો નીચેના ક્રમથી દંડ કરવો.
ગીરો મૂક્યા બદલ દશ રૂપિયા દંડ, ભાડે આપ્યા બદલ એક રૂપિયો, લુગડું પચાવી પડ્યા બદલ પાંચ રૂપિયા દંડ, અને રેત તથા પથરામાં અફાળી લુગડું ફાડી નાખે તો જેટલું નુકશાન થયું હોય તેટલા પ્રમાણમાં ધોબીનો દંડ કરવો. वस्त्रे नष्टे सकृद्धौतेऽष्टमांशं न्यूनमाप्नुयात् । द्विकृत्वस्तु तदर्डाशं त्रिकृत्वः पादमेव च ॥ २२ ॥ तुर्यकृत्वस्तदर्भाशमद्धे नष्टे च पादभाक् । धनी जीर्णांशुके क्षीणे न हि किंचिदवाप्नुयात् ॥२३॥
એક જ વાર ધોયેલું વસ્ત્ર ધોબી ઓળવે અગર ખોઈ નાંખે તો માલધણીને વસ્ત્રની મૂલ કિંમતમાંથી આઠમો ભાગ કમી કરી પૈસા આપે, બે વાર ધોવાયેલાની અર્ધી કિંમત ધોબી આપે, ત્રણ વાર ધોયેલાની પા કિંમત, ચાર વાર ધોવાયેલાની અર્ધ કિંમત મળે. અડધું નાશ પામ્યું હોય તો ચોથો ભાગ મળે અને જીર્ણ વસ્ત્ર નાશ પામવાથી કંઈ કિંમત માલધણીને મળે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org