________________
૧૬૨ स्वामिन्मम तु न ह्यस्ति देयैतस्य वराटिका । श्रीमद्भिर्निश्चयं कृत्वा यथा रोचेत तत्कुरु ॥ १० ॥
હે સ્વામીનું ! મારે તેની એક કોડી દેવી નથી માટે આપ નિશ્ચય કરીને જેમ રૂચે તેમ કરો. स्वामिकार्यहितोद्युक्तैः पुरुषैः साक्ष्यदायिभिः । વિજ્ઞાતિમિહર્નિયાત્સત્યતાં યોઃ ૨૨ છે
પછી સ્વામીના હિત કાર્યમાં ઉદ્યોગવાળા સાક્ષી આપવાને તૈયાર થયેલા પુરૂષોથી તથા અન્ય જાતિના છાના બાતમીદારોથી, બેમાંથી ખરો કોણ છે તેનો નિર્ણય રાજાએ કરવો. वाद्युक्तं चेद्वयः सत्यं तदा भूपो यथातथा । दापयित्वा धनं तस्मै दंडयेन्यस्तरक्षकम् ॥ १२ ॥
વાદિ એટલે થાપણ મૂકનારનું કહેવું ખરૂં કરે તો તેનું ધન પાછું અપાવી થાપણ સાચવનારનો (રાજાએ) દંડ કરવો. ઈચસત્યે હિં સ્થાદિત્ય વાદિ ખોટો ઠરે તો શું કરવું તે કહે છે :अर्थिन्यसत्ये दंड्यः स यावद्वेदनमर्थतः । तथा न पुनरन्योऽप्यनीतिं कुर्याच्च कश्चन ॥ १३ ॥
વાદિ જૂઠો ઠરે તો તેણે થાપણના જેટલા રૂપિયા કહ્યા હોય તેટલી રકમથી તેનો દંડ કરવો જેથી કરીને ફરીને બીજો કોઈ તેવી અનીતિ કરે નહિ. નિધિ સ્વરૂપમાદ છે હવે ઉપનિધિનું સ્વરૂપ કહે છે. निजमुद्रांकितं बन्धं कृत्वा च वस्तुनः स्वयम् । निकटे स्थाप्यतेऽन्यस्य बुधैरुपनिधिः स्मृतः ।। १४।।
પોતાનું સીલ કરીને અને બંધ કરીને પોતે જે વસ્તુ બીજાને સોંપે છે તેને વિદ્વાનોએ ઉપનિધિ કહેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org