________________
૧૬૧
માટે અથવા તો ચોરી કરી જવાના ઈત્યાદિ ભયને લીધે, કે પોતે વ્યાપાર કરવાને શક્તિમાન ન હોય ત્યારે, વળી યાત્રામાં જવાને તૈયાર થયો હોય ત્યારે જ પુરૂષ, પોતાના ધનને કોઈ ધર્મજ્ઞ, સારા કુલમાં ઉત્પન્ન થયેલા, સત્ય બોલનાર તથા સદાચારીને ત્યાં થાપણ મૂકે છે તેને નિક્ષેપ વિધિ કહે છે. તે નિક્ષેપ એટલે થાપણ બે પ્રકારની હોય છે એક બાજુ અને બીજી અનામત. स तु भूयः कियत्काले निक्षेपं याचयेद्यदा । न तदा स्याद्विसंवादस्ततः शुद्धे विनिक्षिपेत् ।। ६ ॥ यावद् द्रव्यं च निक्षिप्तं तावद्देयाद्धनी पुनः ।। यथादानं तथादानं येन प्रीतिः सदा तयोः ॥ ७ ॥
થાપણ મૂકનાર કેટલોક સમય જવા પછી જ્યારે થાપણ રાખનાર પાસે પોતાનું દ્રવ્ય માગે ત્યારે તકરાર થાય નહિ માટે થાપણ પવિત્રને ત્યાં જ મૂકવી. થાપણ રાખનાર ધનવાને પણ તેણે જેટલું ધન આપ્યું હોય તેટલું તેને પાછું આપવું. જે પ્રકારે લેવું તે પ્રકારે આપવું, એવો વ્યવહાર રાખવાથી લેનાર આપનારને પરસ્પર હમેશાંની પ્રીતિ રહે છે. याच्यमानं स्वकीयं स्वं निक्षेप्ता यो न यच्छति ।
भूप आहूय तं मैत्र्यभावेन क्षेपिनं वदेत् ॥ ८ ॥ • विवादोऽयं किमन्योन्यं नायं धर्मस्तवोचितः ।। स्ववंशो लज्यते येन न तत्कुर्वीत बुद्धिमान् ॥ ९ ॥
થાપણ મૂકનાર થાપણ રાખનાર પાસેથી પોતાનું દ્રવ્ય પાછું માગે અને જ્યારે તે તેને પાછું ન આપે ત્યારે રાજાએ તે ધણીને બોલાવી મિત્રભાવનાથી કહેવું કે આ પરસ્પર નકામી તકરાર શું કરવા માટે જોઈએ, આવો ધર્મ તને યોગ્ય નથી. જે કરવાથી પોતાના વંશને એબ લાગે તેવું કૃત્ય બુદ્ધિમાન પુરૂષ કદિ કરતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org