________________
૧૩૩ परिक्रमणकाले यद्दत्तं रत्नांशुकादिकं । जायापतिकुलस्त्रीभिस्तदन्वाधेयमुच्यते ।। १४१ ।। - વિવાહ સમયે માતાપિતાએ અગ્નિ તથા બ્રાહ્મણોની સમક્ષ જે ધન અથવા ઘરેણાં વગેરે કન્યાને આપ્યાં હોય તે “અધ્યગ્નિકૃત” સ્ત્રીધન કહેવાય. ફરીને માતાપિતાને ઘેરથી ભાઈઓની સાક્ષીએ જે ઘરેણાદિક ધન કન્યા લાવે તે “અધ્યાહવનિક' સ્ત્રીધન કહેવાય. છોકરાની વહુનું મોટું જોતાં તથા પગે પડતાં સાસુ સસરાએ જે ધન વહુને પ્રિતીથી આપ્યું હોય તે “પ્રીતિજ' સ્ત્રીધન કહેવાય. પરણ્યા પછી ફરીથી પિતાના ઘરથી ભાઈ તરફથી તેણીને જે સોનું તથા રત્ન વગેરે મળ્યાં હોય તે “ઔદયિક સ્ત્રીધન કહેવાય. ચોરીમાં વર કન્યા ફેરા ફરે છે તે ટાણે કોઈ દંપતિએ અથવા કૂલની સ્ત્રીઓએ રત્ન-વસ્ત્રાદિક જે કંઈ આપ્યું હોય તે “અન્વાધેય” સ્ત્રીધન જાણવું. एतत्स्त्रीधनमादातुं न शक्तः कोऽपि सर्वथा । માનન્દ યતિ: પ્ર સર્વેનીતિવિશારદ ! ૨૪૨ | धारणार्थमलङ्कारो भ; दत्तो न केनचित् । ग्राह्यः पतिमृतौ सोऽपि व्रजेस्त्रीधनतां यतः ।। १४३॥
ઉપર બતાવેલા પાંચ પ્રકારનું “સ્ત્રીધન સર્વથા પ્રકારે કોઈપણ લઈ શકે નહિ. કારણ કે સઘળા નીતિશાસ્ત્રકારોએ તે ધન ભાગાન • એટલે વહેંચવાને યોગ્ય ગણ્યું નથી. કોઈક પતિએ પોતાની પત્નીને કોઈ દાગીના પહેરવા આપ્યો હોય તે દાગીનો સ્વામીના મરણ પછી કોઈપણ ગ્રહણ કરી શકે નહિ કારણ કે તેનો સ્ત્રીધનમાં જ સમાવેશ થાય છે.
ननु स्त्रीधनमपि भ; कदाचित् गृहीतुं शक्यते न वेत्याह।। સ્ત્રીધનને પણ સ્વામી કોઈ વખતે લઈ શકે કિંવા ન લઈ શકે તે કહે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org