________________
૧૩૧
નિર્ણય લેખી ફારગતિ, બંધુ વર્ગની સાક્ષી તથા તેમના પરસ્પર ભિન્ન ભિન્ન વ્યવહાર પરથી કરી લેવો. જ્યાં સુધી વહેંચણ થઈ ન હોય ત્યાં સુધી સર્વ ભાઈઓનો વ્યવહાર ભેગો-એક જ હોય છે અને વહેંચણ થવા પછી તેમનો સઘળો વ્યવહાર પૃથક પૃથક્ થાય છે.
નબ્રામિwતૃગાયા વાર્થ માનનીયેાદ હવે ભાઈઓએ ભાઈની સ્ત્રીને કેવી માનવી તે કહે છે :भ्रातृवद्विधवा मान्या भ्रातृजाया सुबन्धुभिः । तदिच्छया सुतस्तस्य स्थाप्यो भ्रातृपदे च तैः ।। १३०॥
સારા બંધુઓએ પોતાની વિધવા ભોજાઈને ભાઈની પેઠે જ માનવી, અને તેની મરજી મુજબ તેના પુત્રને તેઓએ ભાઈના સ્થાન પર સ્થાપન કરવો. કથાવિખાયદામાદ છે જેના ભાગ ન પડી શકે તેવા ધનનું સ્વરૂપ વર્ણવે છે - यत्किञ्चिद्वस्तुजातं हि स्वरामाभूषणादिकं ।। यस्मै दत्तं पितृभ्यां च तत्तस्यैव सदा भवेत् ॥ १३१।। अविनाश्य पितुर्द्रव्यं भ्रातृणामसहायतः । . हृतं कुलागतं द्रव्यं पित्रा नैव यदुद्धृतम् ॥ १३२ ॥ तदुद्धृत्य समानीतं लब्धं विद्याबलेन च । प्राप्तं मित्राद्विवाहे वा तथा शौर्येण सेवया ॥ १३३।। अर्जितं येन यत्किञ्चित्तत्तस्यैवाखिलं भवेत् । . तत्र भागहरा न स्युरन्ये केऽपि च भ्रातरः ॥ १३४।।
જે કંઈ આભૂષણાદિક એટલે ઘરેણા વસ્ત્ર વગેરે માતાપિતાએ તેમની સ્ત્રીઓને પહેરવા આપ્યું હોય તે હમેશાં તેનું માલિકીનું જ થાય છે તે વહેંચણમાં ગણાતું નથી. પિતાના દ્રવ્યનો નાશ કર્યા સિવાય અને ભાઈઓની સહાયતા વગર કુલ પરંપરાથી ચાલ્યું આવેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org