________________
૭૯
अधमर्णः स्वयं लाति मिषमुक्ता ततोऽधिकम् । नृपांतिके गते वादे तूत्तमर्णप्ररूपणात् ।। ३७ ।। नृपो लेखं निरीक्ष्यैव विविच्य सहसाकृतिं । न्यायादुक्तमिषं चैव दापयेदधमर्णकात् ।। ३८ ।।
કરજદાર વધારે વ્યાજ કરીને લેણદાર પાસેથી રૂપિયા લઈ આવ્યો હોય અને તે કજીયો લેણદારના કથનથી રાજા પાસે જાય, તો રાજાએ લેખ તપાસી કામનું સ્વરૂપ જોઈ ન્યાયથી કરેલા વ્યાજનાં નાણાં કરજદાર પાસેથી અપાવવાં.
__गवाद्याधिविषयमाह ॥ ગાય વગેરે પશુ અડાણે મુકી કરજ લેવાનો વિધિ કહે છે - गोऽजाविमहिषीदासांश्चाधिं कृत्वा गृहीतराः । पुनातुमशक्तश्चेन्न याचेताधिमृक्थिनः ॥ ३९ ॥ पूर्णेऽवधौ पुनः वित्ते गृह्णाति ऋक्थिनो । ऽधमर्णस्थापितं यावत्तावद्गृह्णाति सर्वशः ॥ ४० ।। धनी नो दद्यावृद्धिं तु ऋणी गृह्णाति नैव तां । भक्ष्यमूल्ये प्रदत्तेऽपि नैव दद्याद्धनी तकां ॥ ४१ ॥ - ગાય, બકરી, ઘેટી કે ભેંશ તથા ચાકર અડાણે મૂકી અને કરજદાર રૂપિયા લે, ફરીથી તે આપવાને તે શક્તિવાળો ન હોય તો લેણદાર પાસેથી તે અડાણ વસ્તુ માગી શકે નહિ. અવધિ પૂરો થયે, કરજદારને ધન પ્રાપ્ત થાય તો લેણદાર પાસેથી પોતાની સઘળી અડાણ વસ્તુ લઈ શકે. ધનવાન જો વૃદ્ધિ (ગાય, ભેંસના વાછરડા) ન આપે તો કરદાર તે ગ્રહણ ન કરે. કરજદારે ચારા વિગેરેનું ખર્ચ આપ્યું હોય તો પણ તે ધનવાનું આપે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org