________________
૭૮
ज्ञापयित्वा तदुदंतमृणी भूपाधिकारिणं । गृह्णीयादाधिलेखं स्वं स दंड्यः शतरूप्यकैः ।। ३४ ।।
તે સમયે કરજદારે રાજાના અધિકારીને સદરહુ વૃતાન્ત જાહેર કરી દેવું, તે અડાણ અને ખત પાછાં કરજદારે લેવાં, તથા તે પ્રપંચી સો રૂપિયા દંડને પાત્ર છે.
ऋणविषये मिषग्रहणप्रकारमाह ।
હવે કરજ દેવામાં વ્યાજ શી રીતે લેવું તેનો પ્રકાર દર્શાવે છેઃरजतशते दत्ते खलु रौप्ययुगं ग्राह्यमेव मिषवृद्धौ । प्रतिमासं दत्तं चेन्मिषं तदा मूलमवधौ च ।। ३५ ।।
સો રૂપિયા કરજદારને આપે તો તેના પર દર માસે વ્યાજવૃદ્ધિ સારૂ બે રૂપિયા વ્યાજ લેવું, પ્રતિમાસે ઠરાવ મુજબ વ્યાજ આપે જતો હોય તો તે મુદત થયે મૂળ રકમ લેવી.
आधिविषये कथं मिषं ग्राह्यमित्याह ।
ગીરો પર શી રીતે વ્યાજ લેવું તે બતાવે છે :सौवर्णं राजतं चाधिं लात्वा चेद्रौप्यमुत्सृजेत् । राजतेऽर्द्धांशमादेयं सौवर्णे तुर्यमंशकम् ।। ३६ ।।
સોનાની કે રૂપાની જણશ લઈને રૂપિયા ધીર્યા હોય તો સોનાની જણશ પેટે એક ચતુર્થાંશ વ્યાજ અને રૂપાની જણશ પેટે એક દ્વિતીયાંશ વ્યાજ લેવું. ધમળ આવશ્યાયવશેન મુદ્રાર્ત્ય વા शतमुद्रा गृह्णाति तत्कृत्ये राज्यगते उक्तमिषमेव दास्यति तथा हि ।। કરજદાર જરૂરના કામ માટે સંકડે દર માસે બે રૂપિયા વ્યાજ આપી ધન કરજે લાવે છે, તેની ફરિયાદ સરકામાં ગયે ઠરાવેલું વ્યાજ આપવું પડે છે તે કહે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org