________________
૭૪
રૂણમુક્ત કરવો એ ભાવ છે. વિ જસ્મિન્ નૃત્યે વહવ: प्रतिभुवस्तदा स्वस्वांशानुसारेण द्रव्यमेकीकृत्य धनिनं दद्युः भे भेड કૃત્યમાં ઘણા જામીન હોય તો પોતપોતાને ભાગે જેટલી રકમ આવે તે રકમને એકઠી કરી ધનવાનને આપવી :
एककृत्ये प्रतिभुवः बहवः स्युः परस्परं । स्वस्वशक्त्यनुसारेण धनिने दद्युरेकशः ।। २५ ।।
એક જ કૃત્યમાં જામીન ઘણા હોય તો તેમણે પરસ્પર ભાગે પડતાં નાણાં એકઠાં કરી લેણદારના લેણા પૈસા આપી દેવાં. दर्शनप्रतिमूर्धनि तृप्तये कृतकालावधेऋणिनो देशान्तर - गतत्वात्तदंते तं दर्शयितुमशक्तश्चेद्धनी तस्माद्रजतानि गृह्णीयात्तद्युक्तं परं न्यायरीत्या पक्षत्रयावधिं पुनर्दद्यात्तदवधौ प्रतिभूस्तं दर्शयेत्तदा प्रातिभाव्यत्वेन મુત્તો ભવેત્ અન્યથા રખતાનિ હૈયાવેવ તથાર્ત્તિ 11 કરજદારને દેખાડવાની જામીનગીરી કરેલો જામીન કરજદાર દેશાન્તર ગયેલાં હોવાથી દેવાની મુદત પુરી થયા છતાં દેખાડી શકે નહિ, તો લેણદારે જામીન પાસેથી તે રૂપિયા લેવા તે યોગ્ય છે, પરંતુ ન્યાય વિચારીએ તો લેણદારે જામીનને કરજદારને શોધવા બીજી ત્રણ પખવાડીયાંની મુદત આપવી જોઈએ, અને તે આપેલી મુદતમાં જો દેખાડી શકે તો તે પોતાની જામીનગીરીમાંથી છૂટી શકે છે. અને ન દેખાડી શકે તો કરજના પૈસા તે જામીનને આપવા પડે જ. તે આ પ્રમાણે :
प्रतिभूरधमणार्थं गृह्यात्पक्षत्रयं प्रभोः । दर्शयित्वा स्वयं काले मुक्तः स्वोक्तेर्भवेदलं ।। २६ ।।
જામીન કરજદારને દેખાડવા ત્રણ પખવાડિયાની મુદત માગે. તે મુદતમાં તેને દેખાડી શકે તો તે પોતાની બોલીમાંથી સર્વથા પ્રકારે મુક્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org