________________
૭૧
રાખવી. જે મનુષ્ય ગાય, ભેંસ વિગેરે પશુ તથા સ્ત્રીને પાળવાને અશક્ત છતાં કોઈની થાપણનું રક્ષણ કરે તો અનેક પ્રકારે તેને વ્યાજ આપવું. જો થાપણ છોડવતી વખત મૂળ રકમ આપીને ગાય વિગેરે થાપણને છોડવે તો વ્યાજને પેટે વૃદ્ધિ (વધારો) આપવી. સ્ત્રીની સંતતીના સંબંધમાં વૃદ્ધિને પેટે પુત્ર આપવો, પણ કન્યા આપવી નહિ. મૂલ્ય આપીને સ્ત્રીને છોડવવી. તેણે શરીરથી ધણીની સેવા-ચાકરી કરી પોતાના દેહને વ્યાજથી મુક્ત કરવો.
नन्वाधिद्रव्यं चौरैर्हतं चेद्भूपो निश्चित्य चौरेभ्यस्तद्धनं दापयेत् ।
ગીરો મૂકેલું ધન ચોરાઈ જાય તો રાજાએ તેનો નિશ્ચય કરી ચોર ખોળી કાઢી તે ધન અપાવવું. દાસ્ત સ્વોપારા પત્ ચોર શોધી કાઢવામાં રાજા શક્તિમાનું ન થાય તો ગીરો રકમ જેટલું ધન રાજાએ પોતાના ભંડારમાંથી આપવું. प्रत्याहर्तुमशक्तश्चेच्चौराद्भूपो हि यद्धनं । स्वकोषात्तन्मितं द्रव्यं युक्तं दातुं च ऋक्थिनः ॥ २०॥
ચોરોએ ચોરેલું ધન રાજાથી મેળવી ન શકાય તે તેટલી જ કિંમતનું દ્રવ્ય રાજાએ પોતાના ભંડારમાંથી કાઢી લેણદારને આપવું એ યોગ્ય છે. પ્રતિત્તી વૃદ્ધિને મવતિ રૂાદ પરસ્પર મિત્રાચારીના સંબંધમાં આપેલા ધનની વૃદ્ધિ થતી નથી તે કહે છે :प्रीत्या दत्तं तु यद्रव्यं वर्द्धते नैव तत्कदा । याचिते वर्द्धते दत्तं प्रतिमासं मिषक्रमात् ।। २१ ।।
પ્રીતિથી આપેલું ધન તો કાંઈ વધતું નથી પણ યાચના કરવાથી આપેલું હોય તેનું પ્રતિમાસે વ્યાજ વધે છે. પિતૃ પુર્વેતિ नियततया क्लीबत्वादिदोषयुक्तानामपि ऋणदातृत्वप्रसंगे तद्वारणायाह બાપનું દેવું છોકરાઓએ આપવું એ નિયમથી નપુસકાદિ દોષવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org