________________
એ બધા કાંઈ ધર્માન્તર કરાવવા યુદ્ધો નથી લડ્યા. એ બધા તે નીકળ્યા હતા લૂંટ કરવા, પ્રજાની તમામ ધનસંપત્તિ લૂંટી લેવા. મોટા ભાગનાં યુદ્ધ લૂંટ માટે હતાં. લૂંટણવાદ તે સમયે પિતાના નગ્ન સ્વરૂપમાં ફૂલ્યોફાલ્યો હતો. - ભારતમાં તે સમયે લડાએલાં યુદ્ધ ધર્મનાં કે લૂંટનાં ન હતાં. એ કે તે સ્ત્રીઓની રક્ષા કાજે અથવા પિતે જ બળવાન છે એવા અહમને કારણે થતાં. ભારતના રાજવીઓએ કદી પરાજિત પ્રજાને લૂંટી નથી, પરાજય પામેલા રાજાને પ્રદેશ છીનવી લીધો નથી, માત્ર પરાજિત રાજા વિજેતાને નમે અને ખંડણી આપે એટલે તેને છોડી દેતા.
મુસ્લિમ રાજાએ બીજી પ્રજાએ ઉપર ઈસ્લામ ઠેકી બેસાડવા લડ્યા અને પ્રદેશ જીતીને ત્યાંની સંપત્તિ લૂંટી લેવા પણ લડ્યા. આ તમામ અંધાધૂંધી વચ્ચે હિંદુ પ્રજા અડગ ઊભી હતી. કારણ કે તેની પાસે ધર્મ, સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થાને સ્થિર રાખવા ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા વડે સુરક્ષિત રહેલી એક પ્રચંડ અર્થ વ્યવસ્થા હતી. એ વ્યવસ્થા પાછળ ત્યાગવાદ હતું, હિંદુ પ્રજાની સમાજવ્યવસ્થા, વર્ણવ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને ધર્મ પણ ત્યાગ વાદના સિદ્ધાંત ઉપર સ્થપાયાં હતાં.
આ ત્યાગવાદ વિષે આગળ ચર્ચા કરશું. હમણું મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદ વિષે ચર્ચા કરીએ.
લૂંટણવાદનાં યુદ્ધોમાંથી મૂડીવાદ જજો. લૂંટણવાદમાં લૂંટનારાઓને લંટને માટે હિસે પિતાનાં લશ્કરને આપી દેવું પડતું. ન આપે તે લશ્કરના સૈનિકોને લડવાની હોંશ રહે નહિ. અને કોઈવાર બળવે કરીને લૂંટના માલને મેટે ભાગ લઈ જાય. વળી એક વખત મેટી લુંટ કરી આવ્યા પછી પણ પોતાની પાસે હિંદુઓના જેવી સામાજિક અને આર્થિક વ્યવસ્થા ન હોવાથી તૂટી આવેલી સંપત્તિ ચેડા જ વખતમાં વપરાઈ જતી અને તૂટીને સમૃદ્ધ થએલા ફરીથી ગરીબાઈને રાક્ટરમાં કુસાતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org