________________
૭૫ થઈ તેમાં દાખલ તો કરડે બાળકે થયાં પણ લાંચરુશવતનું નૈવેદ્ય. ઘરીને બહાર લાખે પડ્યા, મોટા ભાગના બેકાર રહ્યા અને જે ચેડા ઠેકાણે પડ્યા તેમણે આપણાં ધર્મ, સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાખવા સિવાય બીજું કશું કર્યું નહિ. - આ જ હાલત તબીબી ક્ષેત્રે થઈ. આ ક્ષેત્રે તે એમ કહેવાય.
છે કે કેલેજમાં દાખલ થવા માટે રશવતને આંકડો ૫૦ હજાર સુધી પહોંચી જાય છે.
અહીં પણ મુખ્ય લાભ સ્ટીલ, સિમેન્ટ અને કાગળ તેમ જ ઈજનેરી અને ફાર્મસી ઉદ્યોગે લઈ જાય છે. બેકારની અને બીમાની. સંખ્યા વધતી જાય છે. લેકેને નેકરી-ધંધા મળશે એ માન્યતાએ ૬૦ અજબથી વધુ રૂપિયા ખર્ચા છતાં બેકારોની સંખ્યા ૩૫ લાખમાંથી ૪ કરોડ ઉપર પહોંચી છે. - સૌથી વધુ હિંસા આ હોસ્પિટલમાં વપરાતી દવાઓ માટે થાય છે. એના વર્ણનની પુનરાવૃત્તિ કરવાની અહીં જરૂર નથી. મારી “હિંસા અને હૂંડિયામણને હડકવા નામની પુસ્તિકામાં એનું કરુણ વિગતવાર વર્ણન કરેલું છે.
અને આ તમામ થતી હિંસા અને ચાલતા ભ્રષ્ટાચાર માટે આ ક્ષેત્રે દાન આપતા દાતાઓએ ઈશ્વરના દરબારમાં જવાબ આપવાને જ રહેશે.
આપણે ૬૦ અબજ રૂપિયા ખરચીને જેમાં મોટા ભાગની રકમ મૃતઆત્માઓના કલ્યાણના નામે દાન રૂપે ભેગા કર્યા છે તેવાં કેળવણું ક્ષેત્રે અને કોલેજોમાંથી જે ફાલ નીકળે છે તે કેવું છે તે સભા, વિધાનસભા અને મ્યુનિસિપલ સભાખંડમાં જોવા મળે છે. પછી આ દાનને કાંઈ અર્થ છે ખરો? - જે લેકે ધર્મમાં, પુનર્જન્મમાં, મૃત્યુ પછીની જીવની વિવિધ એનિની ગતિમાં અને પાપપુણ્યમાં માને છે–એવા દાતાઓએ પિતાના દાન માટે પુનર્વિચારણા કરવી જ પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org