________________
૪૧ .
રૂપિયા ખરચાઈ ચૂક્યા છે, છતાં બેકારોની સંખ્યા ૩૫ લાખમાંથી ૪ કરોડ ઉપર પહોંચી છે.
આજની કોલેજોમાંથી બહાર પડેલાએ જ પેલા પક્ષપલટુએ; ભ્રષ્ટાચારીઓ અને ચારિત્ર્યહીને સાબિત નથી થયા?
કેળવણીની કાયાપલટ કરશું નહિ તે “મારે એની તલવાર ને યુગ દેશમાં ફેલાઈ જશે. જેમાં કઈ સ્ત્ર, કોઈ બાળક સલામત નહિ હેય
અમારે મેટ્રિકમાં જેટલાં પાઠયપુસ્તક ખરીદવાં પડતાં તેનાથી ઘણાં વધારે પાઠયપુસ્તકે આજે ત્રીજા કે ચેથા ઘેરણમાં ભણતા વિદ્યાથીને ખરીદવાં પડે છે. અમે મેટ્રિકમાં પણ નિશાળે પાટી–પેન લઈ જતા. નોટબુક તે આખા વરસમાં માત્ર ત્રણ કે ચાર લેવી પડતી.
આજે તે બીજા ત્રીજા ધોરણથી જ વરસે પાંચથી છ ડઝન નેટબુકે વપરાય છે. દેશના કાગળના કુલ ઉત્પાદનના જથ્થાને દશમે ભાગ તે નિશાળનું સત્ર શરૂ થાય, કે પહેલા મહિનામાં જ નોટબુકમાં વપરાઈ જતું હોય એમ લાગે છે. કદાચ એનાથી ઘણું વધારે બીજે થે આખા વરસ દરમિયાન વપરાઈ જતો હશે.
અમારી વાચનમાળાના અર્થની ચોપડીમાં જ ઈતિહાસ, ભૂગોળ, અને વિજ્ઞાન છપાઈ જતાં. એટલે એક જ ચેપડીમાંથી અમે ચાર વિષય ભણી શક્તા. આજે તે ચાર વિષય શીખવા માટે જુદી જુદી પાંચ ચોપડી ખરીદવી પડે છે.
અમુક ચોક્કસ પાઠયપુસ્તકે જેવાં કે ગણિત, ભૂગોળ, ઇતિહાસ, - ભૂમિતિ, એલિજન્ના, વ્યાકરણ વગેરે તે ૨૫-૩૦ વરસ સુધી બદલાતાં જ નહિ. એક જ પુસ્તકમાં એક કુટુંબની ત્રણ પેઢી ભણી શકતી. આજે તે દર ત્રણ વરસે પુસ્તકે બદલાય છે, ગુણવત્તાના ધોરણે બદલાતાં હશે કે નવા લેખકેને લાભ કરાવી આપવા, તે તે બદલનારા જ જાણે. : આ વિચિત્ર, અવહેવાનું અને અનાર્થિક નિયમથી દેશનાં કાગળ,
શાહી અને શ્રમરૂપી રાષ્ટ્રીય સંપત્તિને છેટે વ્યય થાય છે, અને શિક્ષણનું ધોરણ વધુ ને વધુ નીચે ઊતરતું જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org