________________
સારા માણસોની ગંદી ધરતી !
ગંદા માણસોની સારી ધરતી ! ભારતના ભૂતકાળનું એક જ વાક્યમાં દર્શન કરાવી દેવું હોય તે એમ કહી શકાય કે, “એ સારા માણસની ગંદી ધરતી હતી.”
વર્તમાનકાળના દર્શન માટે એમ કહી શકાય કે, “આ ગંદા માણસની સારી ધરતી છે.”
ભૂતકાળમાં માણસ પોતે ખૂબ જ સારે રહેવા મથતે, કેઈપણ કાળે કલંક્તિ ડાઘ એને ન લાગી જાય તે માટે તે વીસેય કલાક સજાગ રહે. આટલું થયા પછી તેને કપડાં, ઘરબાર, રાચરચીલું વગેરે મેલાંઘેલાં કે બેઢંગી હોય તે પણ ચાલતું. તેમાં તે સાવ બેફિકર રહેતે.
એ ફર્સ્ટ ક્લાસ માનવ હતે થઈ—ક્લાસ ગણાતી સામગ્રીઓ માટે લાપરવા. * - આજને માણસ પિતે ગમે તેટલે ખરાબ થઈ જવા તૈયાર છે. એને આબરૂની પણ પરવા નથી. પિતાને “દેવાળિયે જાહેર કરતાં એને એક મિનિટની પણ વાર લાગતી નથી. પણ આ થર્ડક્લાસ માણસને કપડાં, ખાણીપીણી, રહેણીકરણી, ઘર, મેટર વગેરે એકદમ ફર્સ્ટક્લાસ વોઈએ છે. એમાં એની કાળજીને કેઈ સુમાર નથી.
ફર્સ્ટક્લાસ સામગ્રીને આગ્રહી થર્ડક્લાસ જીવન જીવતે માણસ એટલે ૨૧મી સદીને માણસ || આજે માણસ બરબાદ થઈને ધરતીને આબાદ કરી રહ્યો છે.
ભૂતકાળમાં ધરતીને બરબાદ થવા દઈને પણ જાતને આબાદ સદા જાળવી રાખતો હતે.
૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org