________________
દૂધના પાઉડરની અને ૫૦ કરોડ રૂપિયાના બટરઓઈલની આયાત કરવાના પાંચ વરસના કરાર કરવાનું દબાણ કરે છે.
સંભવ છે કે આવા કરારે ન કરીએ તે વિશ્વબેંક આપણને આપણા કહેવાતા વિકાસ માટે, પણ હકીકતમાં તે વિનાશ માટે જે તેને આપે છે તે આપવાની ના પાડે અને તેમ કરીને આપણને દૂધના. પાઉડર અને બટરઓઈલની આયાત કરવાની ફરજ પડે.
જેમ ટ્રોયના ઘેરા વખતે લાકડાના ઘડાના પટમાં છુપાઈને દુશ્મન લશ્કર શહેરમાં ઘૂસ્યું થતું અને જૂનાગઢના ઘેરામાં સિદ્ધરાજ જયસિંહનું લશ્કર અફીણની પિઠમાં સંતાઈને જૂનાગઢમાં ઘૂસ્યું હતું તેમ ન્યૂઝીલેન્ડે ભેટ આપેલાં દૂધનાં વેગને આપણા માટે અદશ્ય ગુલામી Latent slavery દેશમાં દાખલ થઈને ઘર-ઘરના રસોડા સુધી પહોંચી ગઈ હેય એમ નથી લાગતું?
હિંદુનીતિશાસ્ત્રનું વચન “વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખ –જે વિવેકથ્રષ્ટ થાય છે તેનું પતન સેંકડે રીતે થાય છે એ આપણે સાબિત કરી બતાવ્યું છે.
અહીં વિવેક એટલે વાણીને વિવેક એવો અર્થ નથી. વિવેક એટલે કાર્યોને વિવેક ધર્મશાએ બાંધી આપેલી મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું એ અવિવેક છે, વિવેકષ્ટતા છે. હિંદુ ધર્મ ગાય અને ગાયનું દૂધ વેપારવિનિમયની ચીજ બનાવવાની મનાઈ કરી, એ મર્યાદા તેડીને એ બંનેને વેપારની ચીજ બનાવી. પરિણામ શું આવ્યું તે ઉપર બતાવાઈ ગયું છે. જે એ મર્યાદા ફરીથી ન સ્વીકારીએ તે સંભવ છે ફરીથી ગુલામીની અતૂટ સાંકળો આપણા ગળામાં પડી જશે અને હિંદુ ધર્મ તેમ જ હિંદુ સંસ્કૃતિ પૃથ્વીના પટ ઉપરથી અને ઇતિહાસમાંથી પણ ભૂંસાઈ જશે. - આજે તમારાં બાળકે પરદેશી ડેરીઓની દયાથી દુધનું ટીપું પામે છે. તમારા રસોડામાં ઈરાન અને રશિયાની દયાથી કેરોસીન મળે તે જ રસોઈ થાય છે. અને તમારી મોટરે, લારીઓ, રેલવેઓ તેમજ ખેતીનાં યાંત્રિક સાધને અરબ દેશની દયા વડે જ ચાલે છે. એ કહેર વાસ્તવિકતા આ આવી પડેલી અદશ્ય ગુલામીનું ભાન નથી કરાવતી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org