________________
૨૮૭
ભજન-કીર્તનની ધૂન મચાવો એટલે રેડિયે, ટ્રાન્ઝિસ્ટર કે ટી. વી.થી અતિ દૂષિત થયેલા વાતાવરણથી દૂષિત મનવાળા બનેલા અને વકરેલી વાસનાઓથી જેમની બુદ્ધિ ભ્રમિત થઈ છે તેઓ સાચી વિદ્યા કઈ રીતે ગ્રહણ કરી શકે? આ એક જટિલ પ્રશ્ન છે. યુરોપ અને અમેરિકામાં આજે રેડિયે અને 2. વી. સામે નફરત પેદા થવા લાગી છે ભલે એનાં કારણે જુદાં હેય. પણ જે ભાવિ પ્રજાને પાપમય અને નરકગામી જીવનપંથે જતી અટકાવવી હોય તે આપણે ટી. વી. અને રેડિયે કાં તે બંધ કરવાં જોઈએ કાં તે તેના કાર્યકમની ધરમૂળથી ક્રાંતિ કરીને તેના ઉપરથી ગતદિવસ ભજન-કીર્તને, ધાર્મિક બેધકથાઓનું જ પ્રસારણ કરવું
જોઈએ
- કેને એ નહિ ગમે એ માનવું છેટું છે. ભારતની ૮૦ ટકા વસતીને ભજન કીર્તનમાં આજે પણ રસ છે. ધર્મકાર્યોમાં આજે પણ રસ છે. તેમના એ પવિત્ર અને ઉચ્ચતમ રસ ઉપર રેડિયે, ટી. વી. દ્વારા નારકી જીવન તરફ ધકેલતા સાહિત્યને હમલે થાય તે પહેલાં આપણે શહેરમાં ભજન-કીર્તનેની ધૂમ મચાવીને નારકી જીવેને નસાડી વાતાવરણ શુદ્ધ કરવું જોઈએ.
એક મકાનમાં મહા ભયાનક અને બળવાન આત્માને વાસ હતે. અગાઉ તેમાં કોઈ રહેવા જતું નહિ પણ જગાની ખેંચને લીધે કોઈએ એ મકાન ખરીદ્ય અને રહેવા આવ્યા અને પિલા મલિન આત્માઓની હેરાનગતિ શરૂ થઈ.
આ ભાઈ અતિ શ્રીમંત હતા એટલે તેમણે ૪૫ દિવસ સુધી રાતદિવસ ધર્મગ્રંથનું અખંડ વાચન, ભજનકીર્તન અને અખંડ ધૂપદીપનું આયોજન કરી પેલે ઉપદ્રવ શાંત કર્યો.
એટલે કાં તે રેડિયે, ટી. વી.ને ઉપગ આપણે આપણાં ભજન-કીર્તન અને ધર્મગ્રંથોના વાચન માટે કરવો જોઈએ અથવા તે બંધ કરવા જોઈએ. પણ હાલના સંજોગોમાં તે શક્ય નથી. તે બીજે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org