________________
૨૮૧ છે એવા, અને જેમને આ દેશના ઈતિહાસ, સંસ્કૃતિ, સમાજ, ભૌગેલિક સ્થિતિ વગેરેનું કશું જ્ઞાન નથી. અરે! પિતાના કુલાચાર કે પિતાના પૂર્વ વિષે પણ કોઈ જાણકારી નથી એવાં ભાવિ પ્રજાજનોનાં ટોળાં જોઈએ છીએ. પણ કયાંય એકાદ દધીચિ કે વસિષ્ઠ, સુરપાળ કે દુર્ગાદાસ, કુણાલ કે ભામાશા નજરે ચડતા નથી.
સાચી કેળવણીને પ્રવાહ ચાલુ કરે છેલ્લાં અઢીસે વરસથી આ દેશમાં સાચી વિદ્યા અને સાચી કેળવણીને પ્રવાહ અટકી પડ્યો છે. એ પ્રવાહ આપણે ચાલુ કર્યું જ છૂટકે છે. જે ચાલુ નહિ કરીએ તે આપણા વંશજો ૧૯મી સદીના અમેરિકાના હબસી ગુલામનું અથવા ઓસ્ટ્રેલિયા કે એવાં સંસ્થામાં નાબૂદ થઈ ગયેલી આદિવાસી પ્રજાઓના સંસ્કારવિહીન, કોઈ પણ જાતના નીતિન્યાયનાં બંધનવિહીન, અસંસ્કારી જંગલી ટોળાંઓનું જીવન જીવતા હશે.
જેમ કેઈ પણ ગૃહઉદ્યોગ કે ગ્રામ્ય ઉદ્યોગના પાયામાં પશુને સહકાર અનિવાર્ય છે તેમ સાચી વિદ્યા અને સાચી કેળવણી માટે પણ પશુરક્ષા, પશુસંવર્ધન અનિવાર્ય છે. કારણ કે વિદ્યા ગ્રહણ કરવા બુદ્ધિની તીવ્રતા જોઈએ અને શરીરનું સ્વાશ્ય જોઈએ. અને એ બંને ગાયનું તાજુ દૂધ પીવાથી અને ગાયનું શુદ્ધ ઘી ખાવાથી જ મળી શકે.
સંસારમાં સારી રીતે જીવવા માટે પશુધન હોવું અનિવાર્ય છે એટલે પશુસંવર્ધન કેમ કરવું તે જાણવું એ વિદ્યાને એક પ્રકાર છે. ધર્મમય મોક્ષમારી જીવન જીવવા માટે પશુસંવર્ધન કરતાં શીખવું જોઈએ. પશુવધ અને પશુધની તાલીમ એ પાપમય અને નરકગામી જીવન જીવવા માટેનાં સાધને છે.
આજનાં પાઠયપુસ્તક દ્વારા અને નિશાળ તેમ જ કોલેજ દ્વારા પશુધની તાલીમ અને પશુધનું શિક્ષણ આપીને આપણાં બાળકોને પાપમય, નરકગામી જીવન જીવવાની કેળવણી અપાય છે, જે આપણે મૂંગે મેઢે સહન કરીએ છીએ. આપણા લાખે વરસના ઉજજવળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org