________________
૨૭૩ આ શરમજનક સ્થિતિ નિવારવા ખેડૂતે અને નાના કારીગરોનું તેમ જ વાપરનારી પ્રજાનું સંગઠન કરવું પડશે. ચાલુ ચીલાના ઉત્પાદકેને બાજુએ હડસેલી દેવા પડશે.
મિલ વિરુદ્ધ હાથશાળ ૬૦ કરોડની વસ્તીને સારી રીતે શરીરનું રક્ષણ થાય અને એબ કાય એવી રીતે કપડાં પહેરવાં હોય તે વરસે ૩૦ અબજ મીટર કાપડ જોઈએ. સ્વાધીનતાનાં ૩૨ વરસ પછી પણ આપણે માત્ર ૮ અબજ ૬૫ કરોડ ૨૨ લાખ મીટર કાપડ (સુતરાઉ, ગરમ અને બનાવટી રેશમ–ત્રણે પ્રકારનું મળીને) પેદા કરી શકીએ છીએ. (India 1977–78 પાના નં. ૨૭)
આમાં મિલના કાપડનું ઉત્પાદન ૩૫૯ કરોડ મીટર છે જ્યારે હાથશાળનું ૩૯૪ કરોડ મીટર છે. સ્વાધીનતા મળ્યા પછી વધારાની કરોડો રૂપિયાની મૂડી અને કરોડ રૂપિયાનું હુંડિયામણ વેડફને મિલે ૩૦ વરસમાં માત્ર ૩૯ કરોડ મીટર કાપડ વધુ ઉત્પન્ન કરી શકી છે. હવે તેમની મર્યાદા આવી ગઈ છે. બીજી અબજો રૂપિયાની નવી મૂડી તેમાં નાખ્યા સિવાય મિલે ઉત્પાદન વધારી શકે તેમ નથી.
- હાથશાળ ઉદ્યોગ વિકસાવ આની સામે હાથશાળાએ ૩૦ વરસમાં હુંડિયામણને જરાય બગાડ કર્યા વિના ૩૧૨ કરોડ ૬ લાખ મીટર કાપડનું ઉત્પાદન વધારી આપ્યું છે. આના ઉપરથી બેધપાઠ લઈને પ્રજાએ હાથશાળ ઉદ્યોગ વધારવાના પ્રયત્ન કરવા જોઈએ. એ કામ પ્રજાનું છે. મિલક્ષેત્ર સરકારના પ્રયત્ન થી નથી વિકસ્યું. પ્રજાએ જ ભૂલ કરીને અંગ્રેજોનું આંધળું અનુકરણ કરીને એ વિકસાવ્યું હતું. હવે રાષ્ટ્રના સર્વાગી - હિતમાં હાથશાળ ઉદ્યોગને વિકસાવ જોઈએ. . જે આ દિશામાં કામ થાય તે બીજા અઢી કરોડ વણકરે કામે - વાગે અને ૧૫ કરેડ કાંતનારીઓને પૂરક રોજી મળે. દરેક ગામ
ભા. ૪-૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org