________________
૨૦૧
શુદ્ધ હવાનું આયેાજન જગલા દ્વારા, સ્વચ્છ પાણીનું આજન વૃક્ષા, ચરિયાણા અને નદીઓને ફરીથી સજીવન કરીને અને અનાજ તેમ જ રહેઠાણાનું આયોજન સંપૂણુ પશુવધ બંધ કરીને જ કરી શકાય. ત્યાર પછી પ્રશ્ન ઉકેલવા જોઈએ કપડાંના.
આપણી શરમજનક સ્થિતિ કપડાંની બાબતમાં દરેક માણસને માથાદીઠ દર વરસે કેટલું કપડું જોઈએ તેના અંદાજ કાપડ ઉત્પાદન કરનારાઓની શક્તિ ઉપરથી કાઢવામાં આવતા હાય એમ લાગે છે. જો મિલે માથાદીઠ ૬ મીટર કાપડ ઉત્પન્ન કરી શકે તે આપણી જરૂરિયાત ૬ મીટરની, ૧૦ મીટર પેદા કરી શકે તે આપણી જરૂરિયાત ૧૦ મીટરની. પણ જો ૨૫ મીટર પેદા કરે અને પરદેશમાં તેના સારા ભાવ આવે તે પાછી આપણી જરૂરિયાત પાંચ મીટરની નક્કી કરીને બાકીના માલ પરદેશ ચડાવી દેવાય, હૂડિયામણ કમાવાની લાલચ આપીને, હૂંડિયામણની મધલાળ મધુ કરતાં પણ અનેકગણી ચીકણી છે, જેમાંથી પરદેશી વિચારધારાથી અજાયેલી સરકારો કદી પણ છટકી શકે તેમ નથી.
આ એક અતિશય દુઃખદ, કરુણ અને શરમજનક બાબત છે કે ગામડાંઓના જે લેાકો દેશ માટે ૧૨ કરોડ ટન અનાજ ઉગાડી આપે છે, ૧૫ કરોડ ટનથી વધુ શેરડી ઉગાડી આપે છે, ૭૮ લાખ ટનથી વધારે તૈલીખિયાં ઉગાડી આપે છે અને પ૯ લાખ ગાંસડી રૂની ઉગાડે છે તેમાંથી અડધા ભાગના લાકો અધભૂખ્યા સૂવે છે, નગ્ન અવસ્થામાં ક્રે છે અને લગભગ તમામ લોકોને પૂરતા પ્રમાણમાં તેલ અને ખાંડ મળતાં નથી. અને મોટા ભાગનાને તે તે જોવા પણ મળતાં નથી.
આના ઇલાજ સરકારથી કે આર્યજનકારોથી નહિ થાય કારણ કે તેઓ પશ્ચિમી સંસ્કૃતિના શાષક અથશાસ્રને વરેલા છે. એને ઇલાજ ભારતની પ્રજાએ જ કરવા જોઈશે. મહેનત ભારતની પ્રજા કરે અને તેનાં મૂળ આરબ પ્રજા, અમેરિકન અને રશિયના લાગવે એ શરમજનક સ્થિતિ લાંબા સમય સુધી સહન કરી શકાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org