________________
૧૯૦
-મકાન માત્ર ૨૦ રૂપિયામાં બંધાતું. ગાર-માટીને રુખસદ આપીને સિમેન્ટ - બનાવી. એટલે તેની માત્ર એક જ એરડાની પડતર કિંમત નીચે -મુજબ ક્રમવાર વધી છે.: રૂ. ૧૦૦, રૂ. ૨૫૦, રૂ. ૧૦૦૦, રૂ. ૫૦૦૦.
આ જ પ્રમાણે કિંમત વધતી જાય તે કદાચ વીસ જ વરસમાં પ્રજાની ૮૦ ટકા વસતી એ'પડપટ્ટીમાં રહેતી હશે. ગામડાંમાં સિમેન્ટનાં મકાન બાંધવાં એટલે ગામડાંના કુંભારને બેકાર બનાવી ગામડાંની સંપત્તિ સિમેન્ટ-ઉદ્યોગને ચરણે ધરી દેવી.
આયાનકારોને ફરજિયાત ગામડાંમાં રાખા
કોઈ માનવી ભૂખ્યુ ન રહે એ પૂરતું નથી. પેદા થતું અનાજ - ખૂબ સ્વાÉિષ્ટ, પૂરું પૌષ્ટિક અને લાંબા સમય સુધી ન ખગડે તેમ જ અતિશય સસ્તું (એટલું સસ્તુ કે દેશના સહુથી નિધન માનવી પણ પૂરતું ખાઈ શકે એટલા પ્રમાણમાં સહેલાઈથી ખરીદી શકે) હાવું જોઈએ.
અગાઉ જ્યારે દેશમાં પશુઓ પુષ્કળ હતાં ત્યારે આપણું અનાજ કોઈ પણ જાતની ઝેરી દવા છાંટયા સિવાય વરસેા સુધી બગડથા વિના રાખી શકાતું. જુવાર અને ડાંગર જેવાં અનાજ માર ખાર વરસ સુધી સારી હાલતમાં સાચવી રચાતાં. જુવાર-બાજરાના રોટલા ઠંડા પણ ખાઈ શકાતા આજે હવે સવારની રસેઈ બપારે બગડી જાય છે. રોટલીના ટુકડા થઈ જાય છે. ખેતરમાં કામ કરતા ધણીને જમાડવા ખેડૂત-સ્ત્રી તાવડીથી ઊતરેલા ગરમગરમ રોટલા માથે મૂકીને જાય અને - ખેતરે પહેાંચે તે ચાલવાના થડકાટથી જ રોટલાના ટુકડા થઈ ગયા હાય. આવતી પેઢીને અનાજના સ્વાદની જ ખખર નહિ હાય. અનાજ એટલું માંઘુ થયુ છે કે વસ્તીના ૫૦ ટકા લાકો એ પૂરું ખરીદી શકતા ન હેાવાથી માત્ર એક વખત ખાઈને અ ભૂખ્યા સૂઈ રહે છે. જ્યાં પૂરતા પાણીની વ્યવસ્થા હશે ત્યાં લેક પાણી પીને પેટ ભરતા હશે. પણ ૩૩ ટકા લેાકાને એટલે કે બે લાખ ગામડાંઓને તા પાણીની પણ વ્યવસ્થા નથી એટલે કે તેમણે તે માત્ર ભૂખ્યા પેટે . નહિ, તરસથી સુકાતા ગળે સૂઈ રહેવું પડતુ હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org