________________
૨૫૯ નહિ, સુરજના તાપથી બાષ્પીભવન થઈને સુકાઈ જાય નહિ, અને જમીન ઉપર જગા કે નહિ.
મનુષ્યએ કુદરત સામે પિતાનું દેઢડહાપણ વાપરીને નદીઓ સુકાઈ જવા દીધી. જમીનની નીચેના પાણીને ટયુબવેલેના પ્રેજેક્ટ દ્વારા ખેંચી લીધું. જમીન નીચેના પિલાણને ખાલી કરી નાખી તેમાં દરિયાના પાણીને ધસી આવવાની સગવડ કરી આપી. ફળદ્રુપ જમીન સામે ઉજ્જડ વેરાન થઈ જવાને ખતરે પેદા કર્યો, અને જમીન ઉપર મેટા જળબધે બાંધી તેમાંથી નવી માનવસર્જિત નદીઓ (નહેરે) બનાવવા લાગ્યા.
કુદરતે મનુષ્યને અખૂટ પાણી મફત આપવું. યાંત્રિક, હિંસક અને શેષક અર્થશાસ્ત્રોએ પાણીને કબજે લઈ તેને વેપાર શરૂ કર્યો અને પાણીના વેપાર વડે લેકની સંપત્તિ શોષણખેર ભૌતિકવાદીઓ દ્વારા લૂંટાવા લાગી. પાણીની તંગીથી તેનું ખમીર તૂટવા લાગ્યું, સ્વાથ્ય બગડવા લાગ્યું. વૈજ્ઞાનિક પ્રગતિને નામે, ખેતીવિકાસને નામે જળની બેટી અવહેવારુ અને અવૈજ્ઞાનિક તેમ જ અનર્થિક રોજનાઓ તૈયાર થઈ, જેના વડે સ્ટીલ, સિમેન્ટ અને ઈજનેરી ઉદ્યોમોના ઘરમાં પૈસાનાં પૂર આવ્યા પણ દેશમાં તે પાણીને દુકાળ પ્રસરવા લાગ્યું. - આ સ્થિતિને ઉલટાવવામાં ન આવે તે ગણતરીનાં વરસમાં દેશની ફળદ્રુપ જમીન નીચે દરિયાનું પાણી ધસી આવીને અને ઉપરથી પવન દ્વારા દરિયાની રેતી અને ખારી હવા ધસી આવીને દેશને વેરાન કરી નાખશે. તેઓએ ઝપાટાબંધ દરિયાકિનારાથી વધુ ને વધુ અંદરના ભાગમાં હિજરત કરવી પડશે જેમાંથી જટિલ મુશ્કેલીઓ ઊભી થશે. એકંદરે એ પ્રજાનું ધીમું મત લાવશે.
નદી-તળાવ ખોદી નાખે - તે પછી કરવું શું? એને એક જ ઉપાય છે. પ્રજાએ સરકારના મેં સામે જોઈને લાચારીથી બેસી ન રહેતાં એને ઉકેલ પિતાને હાથે જ કરી લે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org