________________
૨૫૮ પાણી અને વૃક્ષની એક જટિલ સમસ્યા છે. વાતાવરણ એટલું તે ભયજનક રીતે બગડયું છે કે એની શુદ્ધિ માટે ચેડાંઘણું વૃક્ષોથી નહિ ચાલે. વિશાળ જંગલે ઉછેરવાં પડશે અને લાખોની સંખ્યામાં યજ્ઞ, હવન, પ્રેમ કરવા પડશે. પણ જે વૃક્ષો ઉછેરવાનું કાર્ય પ્રથમ હાથ ધરીએ તે પાણીને દુકાળ વધુ પ્રદેશમાં ફેલાઈ જવાને ભય છે. જે વૃક્ષે વધારે ઉછેરવા જઈશું તે તે વૃક્ષનાં મૂળ જમીન નીચે જે કાંઈ થોડુંઘણું પાણી બચી ગયું છે તે પાણી પિતાનાં મૂળ વડે ઉપર ખેંચી લઈને પાંદડાં દ્વારા વાતાવરણમાં ફેકી દઈને જમીન નીચેનું બચી ગયેલું પાણુ ખલાસ કરીને પછી પોતે પણ પાણી વિના સુકાઈ જશે. ' એટલે સહુ પ્રથમ જરૂરિયાત રેખી હવાની હોવા છતાં પ્રથમ કાર્ય પાણીના દુકાળને દેશવટો આપવાનું અને તેની સાથે જંગલઉછેરકાર્યને જોડી દેવાનું રહેશે.
કુદરતી ભૂગર્ભ નહેરે પાણી વિના એકલું માનવજીવન જ નહિ, સમગ્ર જીવસૃષ્ટિ બચી શકશે નહિ. પાણી વિના સ્વચ્છતા નથી, સ્વાધ્ય નથી, સૌંદર્ય નથી, સમૃદ્ધિ નથી, સંસ્કૃતિ પણ નથી અને ધર્મ પણ નથી. હિંદુ પ્રજાની સંસ્કૃતિ જલાશને કિનારે પ્રગટી છે. જલાશને કિનારે કિનારે પાંગરી છે અને જલ દ્વારા દરેક ઘરમાં ફેલાઈ છે.
કુદરતે ભારતને હજારે નદીનાળાં, તળાવે આપ્યાં. પણ તમામ પ્રજા નદીકિનારે રહી શકે નહિ. દરેક ગામે નદીએ જાય તે જમીન ઉપર માણસને વસવા ધરતી રહે નહિ. એટલે કુદરતે વરસાદનાં પાવીને જમીન નીચે ભૂગર્ભના જળભંડારોમાં સંઘર્યું અને ત્યાંથી જ્યાં જયાં માનવવસતી અને જીવસૃષ્ટિ હોય ત્યાં સરવાણુઓ દ્વારા પોંચાડવું અને ત્યાં એ પાણી કૂવામાંથી પાછું બહાર આવ્યું. જમીન નીચેની પાણીની સરવાણુઓ એ કુદરતે બનાવેલી ભૂગર્ભની (underground) નહેરે છે.
કુદરતે પાણીને જમીનની નીચે સંઘર્યું જેથી તેમાં કચરે પહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org