________________
૨૫૭
પ્રાણીઓની, પક્ષીઓની, જીવ તુઓની ઘેાર હિંસા બંધ કરવાની આશા રાખવી એટલે બુદ્ધિનું દેવાળું કાઢવું.
પ્રજા સ્વયં કામે લાગી જાય આ મહાન કાર્ય કરવાની નથી આ સરકારાની તાકાત, નથી હિમ્મત, નથી સૂઝ. એ તા પ્રજાએ પાતે જ ભારે ભેગા આપીને શાષક, હિં*સક અને યાંત્રિક પશ્ચિમી અથ શાસ્ત્રના દેશી-વિદેશી ધુરધરાના હુંકારની સામે પડીને આય સંસ્કૃતિ અને ભારતીય અર્થાંશાઅને ક્રીથી સજીવન કરવાં જ પડશે.
-
તે પછી પ્રજાએ તે સિદ્ધ કરવા શું કરવું ? —એ પ્રશ્ન મહત્ત્વને છે. જો પ્રજા આ કાય' સફળતાથી પાર પાડે તે શું થાય અને જો પેાતાના અંગત સ્વાર્થમાં મસ્ત રહીને આવી રહેલી અધાતિ અને ધર્મસંસ્કૃતિ તેમ જ સમાજવ્યવસ્થાના મહાનાશની આવી રહેલી આંધી પ્રત્યે ખેપરવા રહે તેા શું થાય એ બન્ને પ્રશ્નોની ચર્ચા અહી જરૂરની છે.
પાણીના દુકાળને દેશવટે આ ભારતવાસીઓએ સંસ્કારી, સશક્ત, સમૃદ્ધ અને બીજી પ્રજાઓને અનુપદ્રવી એવી મહાપ્રજા તરીકે બહાર આવવું હશે તે સહુ પ્રથમ તેણે આ દેશમાંથી દૂષિત હવાને દૂર કરી વાતાવરણ શુદ્ધ કરવું પડશે અને પાણીના દુકાળને દેશવટા આપવા પડશે.
હવા અને પાણી બન્ને આજે જંતુનાશક ઝેરી દવાઓના છંટકાળથી, કારખાનાંઓનાં ઝેરી રસાયણેાના કચરાથી અને જમીન તેમ જ આસમાનમાં ચાવીસે કલાક બળતા લાખા ટન ઝિલ અને પેટ્રોલના ઝેરી ધુમાડાથી, અને સહુથી વધુ તે અણુરજથી ઝેરી બન્યાં છે.
આ અશુદ્ધ હવા અને પાણીએ કૅન્સર, ટી. બી., કિડનીનાં અને હ્રદયનાં દરદો પેદા કર્યો છે, તેા પાણીના દુકાળે ચામડીનાં દરદો પેદા કર્યો છે. દૂષિત પાણી પીને લાખા માનવીએ મરડાના અને કમળાના રાગના ભાગ બન્યા છે. પશુષ્ટિ પણ એમાંથી ખચી શકી નથી.
ભા. ૪-૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org