________________
કઠોળના ભાવ કાબૂમાં રાખી પશુઓ માટે તેની ચૂની અને સૂકે લીલો. ચાર મળ્યા કરે તેવાં પગલાં ખૂબ જરૂરનાં હતાં.
ખેળ, ભૂસું, ચૂની, જુવાર વગેરેની નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું અને કપાસિયા પીલવા ઉપર પણ સખત પ્રતિબંધ મૂકવાનું આવશ્યક હતું
આટલાં પગલાં લીધા પછી જ સરકાર માટે ડેરી ક્ષેત્રમાં દાખલ થવાનો વિચાર કરી શકાય. પણ ખરી હકીક્ત એ છે કે આટલાં પગલાં લીધા પછી દૂધ, ઘી અને પશુઓની સ્થિતિ એટલી સુધરી ગઈ હોત કે સરકારને આમાં વચ્ચે આવવાની જરૂર જ ન રહેત.
આવી બાબતના જ્ઞાન વિનાના પ્રધાનેને પરદેશીઓ સાથે હિતા ધરાવતા નિષ્ણાત ડેરી ઉદ્યોગમાં ઘસડી લાવ્યા. ઉપર લખેલાં કોઈ પગલાં લેવાને બદલે ડેરીનાં અદ્યતન મકાને પાછળ, દૂધને પેસ્યુરાઈઝ કરવાનાં મશીને અને દૂધની બાટલીઓ પાછળ, દૂધ લઈ જનારી ગાડીઓ પાછળ કરોડ રૂપિયા ખરચી નાખ્યા. પશુ નિષ્ણાતેના સ્ટાફ, વેટરનરી કેલેજોમાંથી બહાર પડતા ગ્રેજ્યુએટનાં ઝુંડ, પટાવાળાઓ અને કારકુનેનાં ટેળાઓ નેકરીમાં રોકને દર મહિને કરોડો રૂપિયાને ધુમાડે શરૂ કર્યો. એક રાજ્યમાં તે તેના પ્રધાનમંડળના સભ્ય કરતાં તેની ડેરીના વહીવટી અમલદારોની સંખ્યા વધુ હતી.
ગામડાઓનું શોષણ પણ આ નિષ્ણાતે જાણતા હતા કે અતિશય નીચી કક્ષાએ પહોંચી ગયેલાં અલ્પસંખ્ય પશુઓ વડે આર્થિક રીતે ડેરીએ ચલાવવાનું અને દૂધની માંગને પહોંચી વળવાનું શક્ય જ ન હતું એટલે ડેરીઓમાં પશુઓ રાખવાને બદલે ગામડાંઓને કમાણુ કરાવી આપવાનું બહાનું આગળ કરી ગામડાઓમાંથી દૂધ વેચાતું લઈ ડેરીઓમાં લાવવાનું શરૂ કર્યું. ' - પણ આ ડેરીઓની રોજનામાં માત્ર ખૂબ મોટાં શહેરમાં દૂધ પહોંચાડવાની યોજના હતી, અને છે. શહેરોની ડેરીઓમાં પૂરતાં પશુઓ આર્થિક રીતે રાખવાનું બને તેમ ન હતું એટલે ગામડાઓમાંથી તેમનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org