________________
૨૫૦ આનાં ત્રણ કારણે છે. માલની વિવિધતાઓને અભાવ, અતિશય ઊંચા ભાવ, અને વેચાણ કરનારા માણસમાં કાર્યક્ષમતાને અભાવ. ખાદીના પુનર્જન્મને ૬૦ વરસ થઈ ગયાં છે. એ ૬૦ વરસમાં ખાદીકપડામાં વિવિધતા આવી નથી. તેની જાત સંતોષજનક રીતે સુધરી નથી. ભાવ વધ્યા છે અને જ્યારે જરૂર હોય ત્યારે મને પસંદ માલ મળતું નથી. ફરક માત્ર એટલે પડ્યો છે કે જે ખાદી એક વરસ ચાલતી તે હવે છ મહિના ભાગ્યે જ ચાલે છે. પણ એ દેષ કદાચ સંકર રૂને હશે, કાર્યકરને નહિ. '
ગ્રામ-ઉદ્યોગ સંઘમાં પણ ભાંગફે? ખાદી ગ્રામ ઉદ્યોગ વિના નહિ ચાલે એવી પણ ગાંધીજીને ખાતરી થઈ ગઈ હતી અને તેથી તેમણે ૧૯૩૪માં અખિલ ભારતીય ગ્રામઉદ્યોગ સંઘની સ્થાપના કરી.
ખાદી માટે રેટિયા, સાળ, રેટિયાની ત્રાક, દેરી, ચરખા, રૂ ઢવાના ચરખા, પીંજણનાં સાધને, પૂણ બનાવવાનાં સાધને, આ તમામ ગ્રામ કે ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં ન આવે તે ખાદી મોટાં કારખાનાઓની આશ્રિત બની જાય. ગ્રામ-ઉદ્યોગ દ્વારા લેકેની કમાણી વધે તે તેમની ખરીદશક્તિ વધે અને ખાદીની માગ વધે.
પરંતુ ઉદ્યોગપતિઓ ચપળ હતા. તેમણે તે જ અરસામાં સ્વરાજ મળ્યા પછી દેશનું ઉદ્યોગીકરણ કેમ કરવું તેથી તૈયારી માટે આજન પંચની સ્થાપના કરી. અને એમ માનવું પડે કે ગ્રામ-ઉદ્યોગ સંઘમાં પણ તેમણે પિતાના ભાંગફડિયા માણસે ઘુસાડી દીધા હશે. જેથી ગ્રામ-ઉદ્યોગે કદી પગભર થઈ શક્યા નહિ. અને આઝાદી મળતાંની સાથે જ આયોજન પચે તૈયાર કરેલા કાર્યક્રમને અમલ શરૂ થઈ ગ, ગ્રામઉદ્યોગ સંઘ પાસે કોઈ કાર્યક્રમ જ ન હતે.
ગ્રામ-ઉદ્યોગ સંઘે માત્ર બેલાણીનું તલનું તેલ અને કુદરતી મતે મરેલા ઢેરના ચામડાના ચંપલ પહેરવાને જ પ્રચાર કરીને સંતોષ મા. જે આગેવાનોએ બાર વરસ સુધી બળદઘાણીનું જ તેલ વાપરવાને પ્રચાર પિતાનાં ગળાં બેસી જાય એવા બુલંદ સ્વરેએ કર્યો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org