________________
૨૫૧
તેમણે જ પ્રધાનપદની ખુરશી પર બેસવાની સાથે જ બળદઘાણને ચાલવાની સગવડ કરી આપવાને બદલે તેલ-મિલેને નવી નવી મિલે ચાલુ કરવાના પરવાના આપીને જેઓ બેલઘાણી ચલાવતા હતા તેમને ગૂંગળાવી નાખ્યા. - જે આગેવાને કુદરતી મિતે મરતાં પશુઓનાં ચામડાંના ચંપલે પહેરવાની સલાહ આપતાં કદી થાકતા ન હતા, તેમણે પ્રધાનપદની ખુરશીમાં બેસતાં જ નવાં નવાં કતલખાનાઓ શરૂ કરવાના પરવાના આપીને તેને કુદરતી મોતે મરવાને અધિકાર જ એ અબોલ. પ્રાણીઓ પાસેથી આંચકી લીધે.
દેશને સહુથી મોટો અને સહુથી અગત્યને ગૃહ ઉદ્યોગ હિતે (અને હજી પણ એ જ હેઈ શકે) શુદ્ધ ઘીનું ઉત્પાદન કરવાને. અંગ્રેજી શાસનમાં તે ઉદ્યોગને ગૂંગળાવી દેવાના બદઇરાદાથી કંપનીને વેજિટેબલની ફેકટરી શરૂ કરવા દેવામાં આવી હતી અને તેથી આપણા આ સહુથી મહત્વના ગૃહ ઉદ્યોગને ગંભીર ફટકો પડ્યો હતો, જે આગેવાનોએ ૧૭ વરસ સુધી આ ફેકટરી બંધ કરવા આગ્રહ સેવ્યું હતું, જેમણે આ વેજિટેબલને ઝેર સાથે સરખાવ્યું હતું, તેમણે જ પ્રધાનપદ મળતાં આવી ફેકટરીઓના નવા પરવાના કાઢી આપવાનું અને દેશના સહુથી મેટા ગૃહ ઉદ્યોગને મૃતપ્રાય કરી નાખવાનું પગલું ભર્યું.
ખરી રીતે ગ્રામ-ઉદ્યોગે એકલી બળદઘાણી નથી. લુહાર, સુતાર, કુંભાર, મેચી એ બધા વર્ગોના ધંધા અગત્યના ગ્રામ ઉદ્યોગે છે. એટલું જ નહિ દેશના અર્થતંત્રની કરોડરજુ છે. આ તમામ ધંધા આઝાદ હિંદની સરકારેએ મેટા ઔદ્યોગિક એકમેને ચરણે ધરી દીધા. ગ્રામ ઉદ્યોગના વિકાસ માટે કશું જ આજન કર્યું નહિ
- આને એક દાખલે જાણવા જેવું છે. | સ્વરાજ્ય મળ્યા પછી પામેન્ટની ગાંધી લેબીએ અથવા તે એ. આઈ. સી. સી. એ સરકારને ભલામણ કરી કે રાજ્યને કાગળ જોઈએ તે તમામ હાથબનાવટના કાગળ વાપરવા, અને તે જે ન મળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org