________________
ર૪૮ બહાર પાડવામાં આવ્યું કે જે કાંતે તે પહેરે. ખાદીના બજારને એક જ નિર્ણય દ્વારા માત્ર કાંતનારાઓ પૂરતું જ સીમિત બનાવી દેવાયું. - કાંતનારાઓ અને વણનારાઓ ગામડાઓમાં હતા. વસ્તી પણ ત્યાં વધારે હતી. ત્યાં બજાર ઊભું કરવા પ્રયત્ન જ નહેતે કરાયે. શહેરમાં તેનું બજાર ખેલવા પ્રયત્ન કર્યો હતે. અને જેવા શહેરોમાં તેની માંગ નીકળી કે તરત એને “કાંતે તે પહેરેના નિર્ણયથી દાબી દેવામાં આવી.
એક તરફથી ગાંધીજી કહેતા કે રેટિયે એ ગરીબેના-અર્ધનામા મનુષ્યનાં અંગ ઢાંકવાનું સાધન છે, જે મિલ કરતાં ખાદી સસ્તી બને તે જ રેટિયે અર્ધનગ્ન અને ગરીબેનાં અંગ ઢાંકી શકે. '
પણ કાર્યકરોએ રેટિયાને પૂરી રેજીનું સાધન બનાવીને ખાદીના ઉત્પાદન-ખરચને જ વધારી મૂકો. ખાદીના આદિકાળથી જ રેટિયે હંમેશાં પૂરક આવકનું, શ્રીમતમાં સમયને સદુપયોગ કરવાનું, અને કાંતણુકલાને વિકસાવવાનું, આર્ય પ્રજાન દૈનિક પંચય માંહેલા એક યજ્ઞ માટે કાંતવાનું સાધન હતું.
તેને પૂરી રોજનું સાધન બનાવવું એટલે ખાદીને ગરીબેનાં અંગ હાંકવાનું સાધન બનાવવાને બદલે. શ્રીમતેની દયા ઉપર છોડી દેવી.
પણ અહીં તે જેઓ પૂરી આવક માટે કાંતનાર હતા તેમની આવક ઉપર પણ કાપ પડ્યો કારણ કે તેઓ પિતાની કપડાંની જરૂરિયાતથી વધુ કાંતે તેના કાપડનું બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલે રેજી માટે તેઓ કાંતી શકે તેમ હતું જ નહિ. હજાર કુટુંબ જે ઘરમાં ખાદી સિવાય મિલના કાપડને હાથ પણ ન લગાડતાં તેઓ આ નિર્ણયથી મુશ્કેલીમાં મુકાયાં અને તેમના ઘરમાં મિલનું કાપડ ઘૂસી ગયું. તે
કાંતે તે પહેરેને નિયમ ઇંગ્લેન્ડમાં ખાદીની આયાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતે તેના કરતાં પણ ખરાબ હતે. આ નિર્ણયે આંધ્ર અને બિહારની ખાદીને પણ ફટકે માર્યો. કારણ કે હજારો શ્રીમંત કુટુંબ, જેઓ બારીક, મુલાયમ અને ટકાઉ ખાદી ખરીદતાં હતાં તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org