________________
૨૪૫
(૫) મિલનું કાપડ વેચનારા વેપારીઓને ખાદી વેચવા આપવાની ના પાડવા માટે એવું બહાનું બતાવવામાં આવતું કે તે અપ્રમાણિત ખાદી પ્રમાણિત ખાદીને નામે વેચે. ખાદી ભંડારમાં વેચાતી ખાદી ઉપર અખિલ ભારત ચરખા સંઘના પ્રમાણપત્રની છાપ લગાડતા.
આવી દલીલના કોઈ અર્થ નથી કારણ કે લેકમાં એવી માન્યતા છે કે ખુદ ખાદીભ ડારો મિલનુ. જાડું કાપડ ખાદી તરીકે માટા શ્રીમ`તાને વેચતા. ખરસાણી તેલને તલના તેલ તરીકે પણ વેચવામાં આવ્યું હતું. અને પેાતાને ત્યાં તેલના ડબ્બાની ચારી થઈ ત્યારે તે ખાટના મેજો વાપરનારાઓ ઉપર નાખી દેવા પાંચ રતલ તેલ લેનારને ૧૦ તાલા એછું આપીને ખોટ સરભર કરી લેવાના પ્રયત્ન પણ થયા હતા. જે સંસ્થા પોતે આવું કરે તેને વેપારીઓને અપ્રમાણિત ખાદી વેચતા અટકાવવાના શૈા અધિકાર હતા ?
(૬) મિલના ભાવા કરતાં ખાદીના ભાવ ખમણા રાખવાને સિદ્ધાંત પણ કાગળ ઉપર જ ન હતા કારણ કેલિકો મિલનું ધાતિયુ બે રૂપિયામાં મળતું ત્યારે સઢિયા ધેાતિયાના ભાવ આઠથી નવ રૂપિયા લેવાતા, કૅલિકો મિલની સાડી એ રૂપિયામાં મળતી ત્યારે ખાદીની જાડી બરછટ સાડી ૨૦થી ૨૫ રૂપિયાથી ઓછે ભાવે મળતી નહિ. કાપડ વણી આપવાની કાર્યક્ષમ વ્યવસ્થા ન થઈ આમ વેચાણ વ્યવસ્થા વેપારી દૃષ્ટિ વિનાની હતી તે કાંતનારાએના સૂતરનું કાપડ આપવાની પણ કાર્યક્ષમ વ્યવસ્થા ન હતી. મુંબઈ શહેરમાં જ નહિ, નાના કસબા અને શહેરોમાં પણ રેટિયા ગુંજવા લાગ્યા. પણ તે સૂતર જમા કરી વણવાની વ્યવસ્થાને અભાવે એ સૂતરની આંટીએ કોંગ્રેસી નેતાઓના ગળાના શણગાર બનીને પછી ધૂળમાં રગઢોડાઈ જતી. મોટા ભાગના કાંતનારાઓ તે એક જ સમજતા કે રેટિયા ફેરવવાથી સ્વરાજ આવી જશે અને આવી માન્યતાથી જ તેએ નિયમિત કાંતતા. ન તે તેમને ખાદીના અર્થશાસ્ત્રની જાણકારી સમજાવવાના પ્રયત્ન થતા કે ન તે એ સૂતરનું કાપડ બનતું. લેકના સમય અને રૂના બગાડ માત્ર થતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org