________________
२४४ તે સમયે ૧૨ લાખની વસ્તી ધરાવતા શહેરમાં એક જ વેચાણ કેન્દ્ર, જ્યારે ૩૦ લાખની વસ્તી ધરાવતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક પણ દુકાન નહિ, - રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને વેપારી જે ખાદી વેચવા ઈચ્છે તે પણ વેચી શકે નહિ. કારણ કે તેમના માટે એ પ્રતિબંધ રાખે કે ખાદીને વેપારી મિલનું કાપડ વેચી શકે નહિ.
ખાદી મિલને ટક્કર મારે એટલી સુંદર હોય, તેમાં જાતની વિવિધતા હેય, મિલના ભાવ કરતાં ભાવ ઓછા હોય તે વેપારીને કદાચ આવી શરત પરવડે. પણ માત્ર એક જ જાતની ગુણિયા જેવી ખાદી, રૂમાલ કે નેપ્લિન એટલે માલ રાખીને મિલે કરતાં ઊંચા ભાવે વેચીને કયે વેપારી પિતાની દુકાન ચલાવીને ગુજારે કરી શકે?
મને યાદ છે. મુંબઈ જેવા શહેરમાં મૂળજી જેઠા મારકેટના એક લક્ષાધિપતિ વેપારીના પુત્ર રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને સ્વદેશી મારકેટમાં દસ વરસ સુધી ખાદીની દુકાન ચલાવી. આખરે થાકીને એ બંધ કરી અને વડીલે પાજિત છે પણ ગુમાવ્યું. - તે સમયે છઠ્ઠી એપ્રિલથી ખાદીપ્રચાર માટે રાષ્ટ્રીય સપ્તાહ તરીકે એક અઠવાડિયું ઊજવાતું. એ પ્રસંગે અમદાવાદથી આ રાષ્ટ્રીય સપ્તાહ દરમ્યાન ખાદીપ્રેમી યુવાને, ખભે ખાદીના તાકા ઊંચકીને મુંબઈના માળાઓના ચાર ચાર દાદર ચડીને ઘેરઘેર ખાદી વેચવા ફરતા અને ખાદીને ભર એ છે કરી આપતા.
(૪) ખાદીના વેચાણની વ્યવસ્થા પણ ખૂબ કમનસીબ હતી.. ભંડારના વેચાણ ખાતાના માણસે વેચાણની આવડત વિનાના અને ઘણું વખત અવિનયી હતા. ગૂણિયા જેવી ખાદીની જાત ધીમે ધીમે સુધરતી. જતી હતી તે ઘરાકને બતાવીને ઘરાકી આકર્ષવાને બદલે આ તે પ્રતિજ્ઞાબદ્ધ ખાદી પહેરનારા છે માટે તેમને જે માલ દેખાડીએ એ લીધા. વિના છૂટકો જ નથી એવી માન્યતાથી કદાચ પ્રેરાઈને પણ તેઓ એક જ તાકે ગ્રાહક સામે મૂકી દેતા, તેમને પસંદગીને અધિકાર જા આપતા નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org