________________
૨૩૮ ખાદીની જાત સુધારવામાં ઝડપી પ્રગતિ કરવા લાગ્યા.
- ઉદ્યોગપતિઓ અકળાયા ગાંધીજીએ દેશમાં ઠેરઠેર પરદેશી કાપડની હેળીઓ કરવી શરૂ કરી અને ગમે તેવી ખરાબ ખાદીને આવકારનારે વર્ગ વધવા લાગે ત્યારે ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીએ અકળાયા.
અર્થશાસ્ત્રીઓનું એક પ્રતિનિધિમંડળ ગાંધીજીને મળ્યું અને રંટિયાની અનાથિકતા, ખાદીની નિરુપયે ગિતા વિષે લાંબું નિવેદન કરી કહ્યું કે રેટિયામાં રેજના માત્ર છ પૈસા કમાવાની શક્તિ છે તેનાથી દેશની પ્રગતિ કેમ થાય?
ગાંધીજીએ જવાબ આપે કે દેશમાં પ્રજાની માથાદીઠ સરેરાશ આવક રેજની દશ પૈસા છે. હું તેમની કમાણીમાં ૬૦ ટકાને વધારે રેટિયા દ્વારા કરી આપીને એ કમાણી ૧૬ પૈસા કરી શકું તે એ કાંઈ નાની સિદ્ધિ નથી. છતાં જે તમે કઈ એવું સાધન બતાવે જેના વડે માણસ રેજના ૭ પૈસા કમાઈ શકે તે હું રેટિયાને આગ્રહ નહિ રાખું. શરત માત્ર એટલી કે એ સાધન માત્ર અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત ન હતાં તે પ્રજાના તમામ વર્ગમાં અને કાશમીરથી કન્યાકુમારી અને સિંધથી આસામ સુધીના સમગ્ર ભારતીય પ્રદેશમાં ચાલી શકે તેવું હોવું જોઈએ. - આજે ૬૦ વરસે પણ કઈ અર્થશાસ્ત્રી એવું સાધન બનાવી શક્યો નથી. આ જ એક બીજો પડકાર વિશ્વભરના વૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓ સામે ૧૨૫ વરસથી વણઝિલાયેલે પડયો છે. અને તે છે ભારતીય પ્રજા માટે છાણથી વધુ સસ્તુ અને વધુ સુલભ બળતણ મેળવી આપવાને. પણ હજી સુધી એ પડકાર ઝીલી શકાયે નથી. જે બળતણ વૈજ્ઞાનિક પ્રગતિને નામે ભારતની પ્રજાની છાતી ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું છે તે સુલભ તે નથી જ, અવહેવારુ પણ છે. પ્રજાના વેપારી અને વાપરનાર એ બે વર્ગો વચ્ચે ઊંડે કલેશ પિદા કરનારું છે અને કુટુંબ દીઠ સરેરાશ વાર્ષિક ૫૦૦થી ૬૦૦ રૂપિયા ખર્ચ વધારનારું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org