________________
ર૩૬ આજના પક્ષપલટુ, રાષ્ટ્રને અને પ્રજાને બેવફા બનનારાઓ, ચૂંટણીનાં છેટાં વચને આપનારાએ, અને ચૂંટાયા પછી ચૂંટણીમાં આપેલાં વચન પાળવાનાં ન હોય એમ છડેચોક કહેનારા આગેવાને અને પ્રધાને, એ અમીચંદે અને એ મીરજાફરે, કલાઈવ અને વેટ્સને કે હેસ્ટિ કરતાં પણ વધુ અધમ કેટિના છે.
પૂરાં એક સે વરસના એ વેપારી યુદ્ધમેર ખાદીની લાશ - ટળી ગઈ.
ખાદીને પુનર્જીવન આપવા ગાંધીજીના પ્રયાસ હવે ૧૮૫લ્થી અંગ્રેજોએ એ લાશમાં ફરીથી પ્રાણ પૂરી શકે તેવી ગોરક્ષાદિ ચતુર્વિધ રક્ષણની કિલ્લેબંધીની દીવાલે તેડવાનું શરૂ કર્યું અને ૨૦મી સદીના આરંભકાળ સુધીમાં તે એ દીવાલને જર્જરિત કરી નાખી.
આ દીવાલે તેડવા માટે ગાયે અને બીજા પશુઓની કારમી કતલ એ તેમનું કાતિલ હથિયાર હતું.
ભારતની પ્રજાની અસ્મિતા મરી પરવારી હતી. તેનું ખમીર ખૂટી ગયું હતું. અંગ્રેજી શિક્ષણ લીધેલા તેના ઉપલા વર્ગના આગેવાને અંગ્રેજી આધિપત્ય અને અંગ્રેજી સંસ્કૃતિ સ્વીકારવામાં જ સ્વર્ગનાં દ્વાર -જેતા હતા. તે સમયે ગાંધીજીને પ્રભાવ ૧૯૧૯માં પ્રસર્યો અને તેમણે જેની વરસોથી વિચારણા કરી હતી તે ખાદીની ઘોષણા કરી.
અંગ્રેજોએ યાંત્રિક અર્થશાસ્ત્રના પૂજારીઓની જમાત પહેલેથી જ તૈયાર કરી રાખી હતી. તેમણે તેને વિરોધ કર્યો. આગેવાન અર્થ શાસ્ત્રીઓએ ચેતવણી આપી કે ગાંધી દેશને ફરીથી જંગલી જમાનામાં ફેકી દેશે. તેમને એટલું પણ યાદ ન રહ્યું કે હજી તે બસે વરસ પહેલાં જ ખાદીએ દેશને સંસ્કૃતિની, કલાકારીગીરીની, સમૃદ્ધિની ટોચે મૂક્યો હતો. તેઓ એટલું પણ ભૂલી ગયા કે હજી તે ૩૦૦ વરસ પહેલાં ઇંગ્લેન્ડ જ જંગલી દશામાં સબડતું હતું અને ભારત દેશ તે લાખ લાખ વરસથી સંસ્કૃતિ અને સમૃદ્ધિ વડે ઝળહળ હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org