________________
૨૩૪
તેમને લગભગ મફત નહિ પણ રૂના ભાવે પડતું. સ્ત્રીઓ કાંતીને પૂરક આવક મેળવતી. પુરુષ વર્ગ વણટના ધંધામાંથી કમાણી કરતે. ડે. બુચાનનના મત મુજબ આ વણકરને તેમના ધંધામાથી વાર્ષિક ખરચ. કરતાં પણ બેથી ત્રણગણી આવક થતી.
અંગ્રેજોએ અચાનક જમીન મહેસૂલમાં દેઢથી બે ગણે વધારે કર્યો અને મહેસૂલની ભરણ માટે બહુ સખતાઈ શરૂ કરી એટલે હરિજનેને પિતાની જમીને વેચી નાખવાની ફરજ પડી. ૧૮૫૯ પછી. ગાની કતલ પુરજોશમાં શરૂ કરી એટલે બળદ અને ખાતરની ખેંચ પડી. આથી ખેતરમાં પાક એ છે ઊતરવા લાગ્યું. ખેતમજુરોને અને ગામના કારીગરોને તેમની મજૂરી કે માલના બદલામાં ખેતરમાં જે પાક ઊતરે તેમાંથી ચોક્કસ કરાવેલા નિયમ મુજબ હિસ્સો મળતે. દર એકર જે અનાજ પાકે તેમાંથી અમુક ચોક્કસ ઠરાવેલ દર પ્રમાણે અનાજ વિવિધ કારીગરોને આપવામાં આવતું.
હવે ખેતરમાં પાક એ છે ઊતરવા લાગે એટલે મજૂરે અને કારીગરની અનાજની આવક પણ ઓછી થઈ. હરિજનેએ પિતાની જમીને લાચારીથી વેચી નાખી હતી અને મજૂરીના અનાજની આવક ઓછી થઈ એટલે તેમને અનાજ ખરીદવા બજારમાં જવું પડયું.
એક તરફથી અંગ્રેજે અહીંથી વધુ ને વધુ પ્રમાણમાં અનાજ નિકાસ કરવા લાગ્યા. અનાજને પુરવઠે ઓછા પાકને કારણે ઘટતે. જતું હતું. તેમાં ગામડાંઓમાંથી કારીગરે, હરિજને અને બીજા મજૂર વગની અનાજમાં ઘરાકી વધી એટલે અનાજના ભાવ વધવા લાગ્યા.
હરિજનેની આવક સંપૂર્ણપણે બંધ થઈ. કાપડ ઘરમાં વણ. લેતા તે પણ બંધ થયું અને કપડું તેમ જ અનાજ બજારમાંથી મેંઘા ભાવે ખરીદવું પડે તેવી સ્થિતિ પેદા થઈ. જેમ અચાનક ઘેડાપૂર આવે અને ગામનાં ગામ પાણીમાં ડૂબી જાય, આજુબાજુની દુનિયાથી વિખૂટાં પડી જાય, તેમ સમગ્ર હરિજન કેમ બેકારી અને મેંઘવારીનો જોડાપૂર નીચે ડૂબી ગઈ અને હિંદુ સમાજથી વિખૂટી પડી ગઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org