________________
૨૩૧ વણકરેની પણ વેપારીઓ જેવી જ દુર્દશા થતી. ઉપરાંત તેમના ઘરની ઘરવખરી તમામ જપ્ત કરવામાં આવતી.
આવી પરિસ્થિતિમાં કયે વેપારી વણકર પાસેથી માલ ખરીદવાની કે પિતાના જોખમે માલ તૈયાર કરાવવાની હિંમત કરી શકે? વેપારના મુખ્ય કેન્દ્રમાં હવે અંગ્રેજ વેપારી સિવાય કે ખરીદનાર હતું નહિ.
એક બીજો ફતવે પણ બહાર પાડવામાં આવ્યું કે દેશના અંદરના ભાગમાં બ્રિટિશ આડતિયા સિવાય કઈ હિંદી વેપારીને આડતિયે માલ ખરીદવા જઈ શકશે નહિ.
એટલે દેશના અંદરના ભાગનાં તમામ ઉત્પાદન કેન્દ્રોમાં ખરીદી બંધ પડી ગઈ. માત્ર અગ્રેજ વેપારીઓ જ તે ખરીદવા જઈ શક્તા અને પિતાને મનપસંદ ભાવે માલ વેચવાની ફરજ પાડતા. ચંગીઝખાન, તેમૂર અને નાદિરશાહની લૂંટને સૌમ્ય ગણાવે તેવી ભયંકર અને છતાં કાયદેસર ઠરેલી આ લૂંટ હતી.
દેશના અંદરના ભાગમાં વણકર પાસેથી પણ હવે ફરજિયાત ઓછા ભાવે માલ પડાવી લેવા લાગ્યા. માલ વેચવાની ના પાડે તેમને - દંઠ, ફટકા અને જેલની સજા થવા લાગી.
ઉપરાંત વણકરેના ઘરે તેમના ખરચે અંગ્રેજ ચેકીદારોની ચેકી બેસાડવાની અને તેમના ઉપર જુલમ ગુજારવાની વાત આવી ગઈ છે. આવા જુલમે જ્યારે માઝા મૂકી ત્યારે ઢાકાની પ્રખ્યાત મલમલના કારીગરોએ પિતાના હાથે જ પિતાના હાથના અંગૂઠો કાપી નાખ્યા. અંગૂઠા વિના કાપડ વણી શકાય નહિ. એટલે ફરજિયાત કાપડ વણવાનું તેમને કહી શકાય નહિ.
વિશ્વની અજોડ કલાનો નાશ - આવા જુલમના કારણે વિશ્વમાં અજોડ એવી કલાને નાશ થ. અંગ્રેજો ઈચ્છતા હતા તેમ ખાદીનું ઉત્પાદન ઝપાટાબંધ ઘટવા લાગ્યું અને તેનું સ્થાન અંગ્રેજી બનાવટનું કાપડ પચાવી પાડવા લાગ્યું – પિતાની ગુણવત્તાની તાકાતના જોરે કે ઓછા ભાવની તાકાતથી નહિ, પણ પેદા થયેલી અછતને લાભ લઈને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org