________________
૧૮ હેવું એ પ્રધાનપદાની ખુરશી મેળવવા માટેની યોગ્યતા હોય છે. આવા સજોગેમાં જે તે ખાતાના નિષ્ણાતો ઘણી વખત તેમને ગેરરસ્તે દોરી જાય છે અને દેશના ઉદ્યોગપતિઓનું કે પરદેશી મિત્રોનું હિત સાધી આપે છે.
એમ લાગે છે કે દૂધના ધંધાને ડેરી ઉદ્યોગ નામ આપીને એ ઉદ્યોગ સરકારના હાથમાં સેંપીને પરદેશીઓનાં હિતે. પાથરી દેવામાં અને દેશને દેવાના ડુંગર નીચે દબાવી દેવામાં, પ્રજામાં અપષણનાં દર્દો પેદા કરવામાં, કરોડો બાળકને દૂધ વિના આંધળા બનાવી દેવામાં અને ભારતનાં શહેરમાં પરદેશી ડેરીઓનાં દૂધના પાઉડરનાં પૂર રેલાવી દેવામાં અમુક નિષ્ણાતોએ મહત્ત્વને ભાગ ભજવ્યું છે.
એક ઉદ્યોગ જ્યારે શરૂ કરે હોય ત્યારે તે ઉદ્યોગ માટે કાચા માલને પુરવઠે – ઉદ્યોગ માટે પાણી, વીજળી, બળતણ, મજૂરો અને મજૂરનાં રહેઠાણે, વાહનવ્યવસ્થા, માલ માટેનું બજાર વગેરે ઘણું બાબતેની એકસાઈ કરવામાં આવે છે. પછી જઉદ્યોગ શરૂ થાય છે.
- ડેરી ઉદ્યોગમાં સરકારને ખૂંચાડી દેવા પહેલાં આવી કેઈ જ એક્સાઈ કરવામાં આવી હોય એમ લાગતું નથી.
રીને ઉદ્યોગ કહે કે ધંધે, તે ચલાવવા માટે સહુ પ્રથમ સારી દુધાળ ગાય કે ભેંસે જોઈએ. સરકારને આ ઉદ્યોગની જાળમાં ફસાવી દેવામાં આવી તે પહેલાં કેરી માટે ઉપયોગી એવી રોજનું ૧૫ થી ૨૦ લિટર દૂધ આપનારી ગાય અને ભેંસની ઓલાદને નાબૂદ કરી નાખવામાં આવી હતી, એ આ ડેરી-નિષ્ણાતની જાણ બહાર નહિ જ હોય. જે નીતિ વડે આ શ્રેષ્ઠ ઉપયોગી એવાદ નાશ પામી ગઈ એ નીતિન ઘડવૈયા પણ કદાચ આ ડેરી-નિષ્ણતા જ હશે.
જે અને ભેંસે હવે રોજ ૫ થી ૭ લિટર દૂધ આપી શકે - તેવી હતી તેમની પણ દૂધ આપવાની ક્ષમતા સરકારી નીતિને કારણે
તૂટી રહી હતી અને એ ઓલાદનાં પશુઓ પણ નિર્વશ બની નાશ પામતાં હતાં. આ પરિસ્થિતિથી પણ આ કહેવાતા ડેરી-નિષ્ણાતો અને પશુ-નિષ્ણાતે વાકેફ ન હોય એમ માનવું મુશ્કેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org