________________
૧૭
ડરીવાળાઓને પાંચ શેર દૂધ આપતી ગાય કરતાં ચાર શેર દૂધ આપનારી ભેંસ રાખવાનું પરવડતું કારણ કે ભેંસના દૂધની માંગ હતી અને ભેંસના ચાર શેર દૂધમાં બેથી અઢી શેર પાણી ભેળવી દૂધને ઉત્પાદનખર્ચ ઓછો કરી શકાય છે.
એટલે ડેરીઓમાં ગાય અને ભેંસ બને કપાવાને પાત્ર બનવા આવતી અને કપાતી. મુંબઈ ભેંસનું મૃત્યુસ્થાન બન્યું હતું, કલકત્તા ગાનું. કારણ કે બંગાળમાં રસગુલ્લા અને એવી જ બીજી બંગાળી મડાઈએ ગાયના દૂધમાંથી જ બનાવી શકાય છે, એટલે ત્યાંની ડેરીઓમાં ગાયે વધુ પ્રમાણમાં જાય છે. મુંબઈની ડેરીઓમાં ભેંસે લાવવામાં આવે છે.
• ડરીનું ધંધામાંથી ઉદ્યોગમાં રૂપાંતર - ભારત સ્વતંત્ર થયું એટલે લોકેને સ્વચ્છ ચેમ્બુ દૂધ પૂરું પાડવાનું બહાનું આગળ કરીને ડેરી નિષ્ણાતો સરકારને ડેરીના ધંધામાં ખેંચી લાવ્યા એટલે હવે ડેરી ધંધો મટીને ઉદ્યોગ બને. જે ધંધે, ઘધે મટીને ઉદ્યોગ અને તેના માટે સરકારી સહાયના તમામ દરવાજા ખૂલી જાય છે. પરંતુ ડેરી ઘધે મટીને ઉદ્યોગ બન્યા પછી એક મેટા કૌભાંડમાં ફેરવાઈ ગયે. પરદેશીઓ ભારતના વિશાળ, જગતમાં બીજા નંબરના મેટા દૂધ અને ઘીના બજારમાં પિતાનાં હિતે પાથરી શકે તે માટે તેમના ભારતીય મિત્રો દ્વારા ડેરી ઉદ્યોગ વિકાસની સહાયના નામે કરજના ગાળિયા આ દેશના ગળામાં ભેરવાઈ ગયા. ઉદ્યોગ પરદેશી ડેરીઓની સેલિંગ એજન્સી જે બની ગયે.
આપણને અનુભવ છે કે પ્રધાનને પ્રધાનપદાની ખુરશી ઉપર તેમની આવડત અને નિષ્ઠાને કારણે બેસાડવામાં નથી આવતા, અને જે ખાતાની ખુરશી ઉપર તેઓ બેસે છે તે ખાતાની ખુરશી તેમને તે ખાતા વિશેના જ્ઞાનને કારણે નથી મળતી, પણ અમુક કેમના હેવું, અમુક પ્રદેશના હોવું કે અમુક વગવાળા ઉદ્યોગપતિના પ્રીતિપાત્ર હોવું કે કેઈ પરદેશી સરકાર કે પરદેશી ઉદ્યોગપતિ સાથે મૈત્રી ધરાવતા ભા. ૪-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org