________________
-
૧૬
પરદેશમાં મેલી દેવાયે, ત્યાર પછી તે આંકડે દર વર્ષે વધતે જ ગયો છે. ઈ. સ. ૧૯૭૬ માં ૧૦૮૯૭૦ ટન અને ૧૯૭૭ માં ૧૭૨૮૩૯૭ ટન ખેળની નિકાસ થઈ.
ખેળની નિકાસમાં દશ વરસમાં ૧૫૮ ટકાને અને ૧૯૭૭ માં આગલા એક જ વરસ કરતાં ૫૮ ટકાનો વધારો કરનારા શું મેટું લઈને કહેતા હશે કે દેશમાં ખાણુની અછત છે?
આ અવાસ્તવિક, અનૈતિક અને આર્થિક મુદ્દા ઉપર ક્ષણભર પણ ટકી ન શકે તેવી નિકાસનીતિ પાછળ બે જ કારણ કપી શકાય છે? દૂધ-ઘીની અછત વધારતા જઈને વનસ્પતિ ઉદ્યોગને ઉત્તેજન આપવું અને વગદાર તેમ જ અતિ શ્રીમંત વ્યક્તિઓએ પશુઓના અકુદરતી. ખાણની ફેકટરીએ સ્થાપી છે તેમને ઉત્તેજન આપવું. - આ બંને કારણે પાછળ કેનાં અંગત હિતે સંડેવાઈ ગયાં હશે તે કલ્પી શકાય છે. પણ તે શોધી કાઢવાનું કામ સરકારનું છે. અહીં જે સરકાર પોતે પણ ગુનામાં ભાગીદાર હોય તે આવાં કૌભાંડે કે શોધી શકે?
મુંબઈ–ભેંસનું મૃત્યુ સ્થાન બ્રિટીશ શાસન દરમિયાન ડેરીઓ ખાનગી માલિકીની હતી. હજી એને ઉદ્યોગનું નામ આપીને ગૌરવ અપાયું ન હતું. સરકારની અવાસ્તવિક નીતિને કારણે ડેરીઓ કતલખાનાઓની માંગને પહોંચી વળતી. પણ લોકેની દૂધની માંગને પહોંચી શકતી નહિ અને તેથી દૂધમાં પાણીની ભેળસેળ એ એક રેજિંદી ક્રિયા બની ગઈ હતી. દૂઝણી ગાયો અને તેમની દૂધ આપવાની ક્ષમતા ઝપાટાબંધ ઘટી રહી હતી. બીજી તરફથી લેકેની દધની માંગ, પીવાના દૂધ માટે નહિ પણ ચા બનાવવા માટે વધતી જતી હતી.
ભેંસના દૂધની ચા ગાયના દૂધની ચા કરતાં વધુ સારી બને, અને ગાયના દૂધ કરતાં ભેંસનું દૂધ ઓછું નાખીએ તે ચાલે એટલે કે આર્થિક દ્રષ્ટિએ અને સ્વાદની દષ્ટિએ પણ ભેંસના દૂધની માગ કરતા.
ગૌરવ અપાયું ના માલિકીની રાજસ્થાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org