________________
२२० આ જાણ્યું ત્યારથી તેમણે પોતે પણ કપડાં પહેરવાં છેડી માત્ર લગેટ-ભેર ફરવાનું શરૂ કર્યું અને આ પ્રતિજ્ઞા જીવનના અંતપર્યન્ત પાળી. - બિહાર એક જમાનામાં જાડી બારીક તમામ પ્રકારની સુતરાઉ, ગરમ, રેશમી એમ ત્રણે પ્રકારની ખાદી તૈયાર કરીને ભારતવાસીઓનાં અંગ ઢાંકતું, તે જ બિહારની પુત્રીએ સંપૂર્ણ નગ્ન દશામાં જીવે તેનાથી વધુ અધઃપતન શું હોઈ શકે ?
ખાદીના અર્થશાસ્ત્રમાં અનાજ એ ચલણી નાણું છે અને ગાય ટકશાળ છે. કારણ કે ગાયની મદદ વિના અનાજ પાકે નહિ. એક માણસ આખો દિવસ કામ કરે તેના બદલામાં તેને પૈસા આપે ત્યારે તે પૈસા વડે તે પેટ પૂરતું ખાઈન શકે, તે આજે અનુભવીએ છીએ. પણ કામના બદલામાં અનાજ આપ તે તે પેટ ભરીને ખાઈ શકે. પણ આ ચલણી નાણાની ખેંચ ન લેવી જોઈએ. '
યાંત્રિક અર્થશાસ્ત્રમાં ચલણી નાણુને કુંગા શાપરૂપ બને છે. ખાદીના અર્થશાસ્ત્રમાં અનાજરૂપી ચલણી નાણાને કુગા આશીર્વાદરૂપ હોય છે.
અંગ્રેજોને પિતાની વધતી જતી વસ્તી અને વધતા જતા ઉદ્યોગ માટે વધુ ને વધુ અનાજ અને વધુ ને વધુ ખેતપેદાશની જરૂર હતી. માટે વધુ ને વધુ અનાજ નિકાસ કરવા લાગ્યા. ગાયની કતલથી બળના ભાવ વધતા હતા. બળદ, ખાતર અને બળતણની ખેંચ વધતી હતી, જેથી એકરદીઠ અનાજનું ઉત્પાદન ઘટવા લાગ્યું
આ ઘટ પૂરવા ચરિયાની જમીન અને જંગલે કાપીને વધુ જમીન ખેતી નીચે લાવ્યા. વધુ જમીન ખેડાણમાં લાવ્યા. પણ તે -ખેડવા માટે વધુ બળદ જોઈએ, વધુ ખાતર જોઈએ, તેની જોગવાઈ કરવાને બદલે વંશની કતલ ચાલુ રાખી. એટલે બળદ ઉપર કામને બે જે વધવાથી તે નબળા પડવા લાગ્યા. જે બળદની જોડી ૧૦ એકર જમીન ખેડતી તેને ૧૨ થી ૧૫ એકર ખેડવી પડતી.
.
ગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org