________________
ર૧૯ ૧૯૭૫-૭૬માં ૩ કરોડ ૫૮ લાખની અને ૧૭૬-૭૭માં ૬ કરોડ ૪૭ લાખ રૂપિયાના ઊનની નિકાસ થઈ. આ નિકાસ ઘેટાં ઉછેરીને નહિ પણ તેમને મારીને કરવામાં આવે છે. સેનાનાં ઇંડાં આપનારી મરઘીને. મારવા કરતાં પણ વધુ મૂર્ખાઈ ભરેલું આ કાર્ય છે. * ઘેટાંને ઉછેર કરીને ઊનની ખાદી બનાવી લાખે વૃદ્ધો અને બાળકોને ઠંડીથી માંદાં પડતાં અને મરણ પામતાં બચાવી શકાયાં હેત. લાખ કારીગરોને રોજી આપી શક્યા હોત. અને દેશનું કરેડાનું. હૂંડિયામણ બચાવી શક્યા હોત. બચત એ જ સાચી સમૃદ્ધિ છે.
હવે આપણે ફરીથી ૧૮૫થી પછીના દુખદ બનાવે પ્રત્યે નજર કરીએ. ખાદીનું અર્થશાસ્ત્ર તુટી પડયું હતું, એને ફરીથી . જન્મ ન થાય માટે આપણી ચતુવિધ રક્ષણવ્યવસ્થા તેડવા તરફ તેમણે કમર કસી. "
ખાદી પછી ગાધનને વારે. તેમણે એક તરફથી પાયા ઉપર ગેહત્યા શરૂ કરી. નિકાસ કરાયેલા ચામડાના આધારે એ અંદાજ બાંધી શકાય છે કે ૧૮૫લ્હી ૧૯૦૧ સુધીનાં ૪ર વરસમાં આશરે ત્રણ અબજ પશુઓની કતલા માત્ર ચામડાની નિકાસ માટે જ કરી નાખવામાં આવી. આંતરિક વપરાશ માટે જે કતલ થઈ તે તે જુદી. જે દેશ વિશ્વમાં શ્રેષ્ઠ ખાદી નિકાસ કરી ગરીબ-તવંગર સહુનાં અંગ ઢાંકતે તે દેશ પિતાનાં. પશુઓનાં ચામડાં, હાડકાં, માંસની નિકાસ કરતે દેશ બની ગયે, અને તેની પિતાની પ્રજા અર્ધનગ્ન દશામાં ફરવા લાગી.
પ્રજાની નગ્ન દશાની એવી તે હાલત થઈ કે ગાંધીજી જયારે બિહારમાં ચંપારણમાં પ્રવાસ કરતા હતા ત્યારે તેમને ખબર પડી કે | ‘ત્યાં એવી હાલત હતી કે કુટુંબમાં ચાર-પાંચ સ્ત્રીઓ હોય અને પહેરવાની સાડી એક જ હોય. જેને બજારમાં ખરીદી કરવા જવું હોય. તે એ એકની એક સાડી પહેરી જાય અને બાકીની ત્રણચાર સ્ત્રીઓ સંપૂર્ણ નગ્ન દશામાં ઘરનાં બારણાં બંધ કરીને બેઠી હોય. ગાંધીજીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org