________________
૨૦૭ હિદુ અને મુસ્લિમ કારીગરોની આશ્ચર્યજનક વિશિષ્ટતા એ હતી કે મિલેના કંતામણમાં ઉપયોગમાં ન આવે એવા ટૂંકા તારવાળા રૂમાંથી આવું સરસ અને બારીક સૂતર કાંતી શક્તા, અને મિલના સૂતરના તાર કરતાં વધુ વળ ચડાવીને તારને વધુ મજબૂત બનાવી શકતા, જેથી પરદેશી મિલનું કાપડ તેની સામે હરીફાઈમાં ટકી શકતું નહિ.
આવી બારીક મલમલ બનાવવા જે બહેને જ તકલી પર કાંતતી તેઓ મહિને કાંતે ત્યારે માંડ અડધે તેલે રૂ (આજનું આશરે પાંચ ગ્રામથી જરા વધારે) સૂતર કાંતી શકતી. પણ આવું સૂતર આઠ રૂપિયે તે વેચાતું એટલે તેમને મહિને ચાર રૂપિયા મળતા.
કેવી સેવારત! આજની પ્રજાને એમ લાગે કે આજે મહિને પાંચસો રૂપિયાથી વધુ કમાનારા પણ પિતાના ખરચનાં બે પાસાં સરખાં કરી શકતા નથી તે પછી મહિને માત્ર ચાર રૂપિયા કમાનારની ગરીબી કેટલી દારુણ હશે? પણ ના, તેમ ન હતું. તે વખતની સંઘારતને એક જ દાખલો આપું.
પ્રખ્યાત ઈતિહાસકાર છે. જદુનાથ સરકાર લખે છે કે ૧૭મી સદીમાં ઔરંગઝેબના ઘોડેસવાર સૈનિકને પગાર મહિને બે રૂપિયા હતે. તેમાંથી એક રૂપિયામાં તે છેડા સહિત પિતાના કુટુંબનું આસાનીથી ગુજરાન કરતે, અને એક રૂપિયે બચાવતે. - આટલી સેંઘારતનું એક જ કારણ હતુંઃ ગૌરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાની પ્રજાની સૂઝ અને કૃતનિશ્ચયતા. હજી તે ત્રણ સદી પહેલાં જ ભારતને ખેડૂત આટલું સસ્તું અનાજ વેચવા છતાં આટલે સમૃદ્ધ રહી શક્ત, જ્યારે આજે મિશ્ર અર્થતંત્રની આગમાં શેકાતે ખેડૂત વિશ્વમાં સહુથી ઊંચા ભાવે અનાજ વેચતે હેવા છતાં પણ કરજદાર છે અને એની ફરિયાદ છે કે આ ભાવે અનાજ વેચવું તેને પરવડતું નથી. છે. આવી સ્થિતિ એ સમયની બલિહારી નથી પણ રાજક્ત પક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org