________________
૨૦૨ ભારતની ભૂમિમાં રૂ અને અનાજના ભંડાર ભર્યા હતા. કિંમતમાં વિશ્વભરમાં સહુથી સસ્તા અને ગુણવત્તામાં સહુથી શ્રેષ્ઠ. અને તેનું કારણ હતું ભારતની મહાન આર્ય પ્રજાની ગોરક્ષા-વનરક્ષા-ભૂરક્ષા-જલ રક્ષા કરવાની સૂઝ, કુશળતા અને કૃતનિશ્ચયતા. આ ચતુવિધ રક્ષાથી તેમનાં રૂ અને અનાજ સારાં, સસ્તાં અને શ્રેષ્ઠ હતાં અને તે કારણે, બીજા ઉદ્યોગનું ઉત્પાદન-ખરચ પણ એટલું નીચું રહેતું કે વિશ્વમાં કઈ પ્રજા તેની સામે કિંમતમાં કે ગુણવત્તામાં હરીફાઈ કરી શકતી નહિ.
જે કુટુંબ અને મહાજને કાંતવા, પીંજવા કે વણવાનું કામ. કરતાં તે કુટુંબોમાં અને મહાજનમાં બધી કલા બાપદાદાથી ઊતરી આવતી. અને એ વારસો ભાવવા તેઓ અત્યંત આતુર અને દનિશ્ચયી રહેતા, જેથી ખાદી વધુ ને વધુ કલાત્મક બનતી જતી હતી. ખાદી એટલે આર્ય પ્રજાને લાખ વરસને અનુભવ અને સૂઝને નિચેડ.
આજે જેમ ઉચ્ચ સ્તરની (અતિ શ્રીમત વર્ગની) છીએ. કલબમાં, સિનેમામાં જઈને બેસવામાં, મહેફિલે ગોઠવવામાં કે પિકનિક ગોઠવવામાં ગૌરવ અનુભવે છે તેમ તે સમયે કાંતવું એ ખૂબ ગૌરવ ભર્યું અને કલાપ્રિય ગણાતું. પછી સ્ત્રી કરોડપતિના કુટુંબની હેય, ગરીબ ઘરની હય, બ્રાહ્મણ હોય કે હરિજન હોય, સહુ કોઈ કાંતવામાં ગૌરવ અનુભવતાં. શ્રીમતે માટે એ કલાની સાધના હતી. ગરી માટે કમાણીનું સાધન હતું.' - આર્ય પ્રજાએ ચૂલે, ચરખ, ઘંટી, વલેણું અને ખાંડણિયું એ. પાંચના દૈનિક ય ઠરાવ્યા હતા. આ પાંચ ય રોજ દરેક ઘરમાં થતા. આ યાને પરિણામે દરેક ઘરમાંથી બચતના અને કલાકારીગરીના સ્રોત વહી રાષ્ટ્રમાં સમૃદ્ધિને એક મહાન પ્રવાહ બની જતે અને પ્રજા સમૃદ્ધિ, સંગઠન તેને જ સ્વાથ્યના શિખરે બેસી શકતી. - ભારતની સમૃદ્ધિ અને કલાકારીગરીના પાયામાં આર્ય સન્નારી-- એનાં યજ્ઞભાવના અને કલાપ્રિયતા હતાં. ફરીથી એ સંસ્કાર આજના નારી-સમાજમાં પાંગરે નહિ અને કાંતવામાં ગૌરવ અનુભવે નહિ ત્યાં. સુધી આર્ય પ્રજા ફરીથી સમૃદ્ધ, સંસ્કારી અને સુખી બને એ અશક્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org