________________
૧૯૫ અહીં અંગ્રેજોએ પ્રેરેલી અસ્પૃશ્યતાનું નામનિશાન ન હતું. વણકરો દરેક શહેરમાં, દરેક કસબામાં અને દરેક ગામડામાં પણ હતા. આમાં હરિજન વણકરે આગળ પડતા હતા. તેમણે વણેલું કાપડ વધુ કલા
ત્મક, વધુ આકર્ષક અને વધુ ટકાઉ હતું. - ત્રણે વર્ણની સ્ત્રીએ પોતે કાંતેલું સૂતર લઈને આ હરિજન વણકરને ઘેર જતી અને પિતાને કઈ જાતનું, કંઈ ભાતનું અને કેવું કાપડ જોઈએ છે તેની સૂચના આપતી. અને હરિજન વણકરે તેમને મળેલી સૂચના મુજબનું કાપડ વણને ત્રણે વર્ણીને ઘેર આપી આવતા. ત્યારે આજની હોટેલની પેઠે “અહીં તમામ વર્ણના માણસને બેસવાની છૂટ છે. એવાં પાટિયાં કોઈ ઘર ઉપર લટકાવવાની જરૂર રહેતી નહિ.
અસ્પૃશ્યતા એ ધમેં પ્રેરેલી બાબત નથી. એ કેઈ ઉચ્ચનીચના ભેદ પાડનારી બાબત પણ નથી. આજે ઉચ્ચ વર્ણોનાં ઘરમાં જે નાહીને પૂજામાં બેઠો હોય તે પિતાનાં પિતા, પુત્ર કે પત્નીને, જે તે નાહ્યાં ન હોય તે અકર્તા નથી, તેથી કાંઈ તેઓ તિરસ્કૃત બની જતાં નથી. અસ્પૃશ્યતા એ શુદ્ધિની નિશાની છે. હરિજને અને સવર્ણો વચ્ચે પ્રવર્તતી આભડછેટની સ્થિતિ એ ધાર્મિક કે સામાજિક વિષય નથી. એ તે એવધ અને ખાદી-નિકંદનમાંથી પ્રગટેલ ભૂતાવળ છે અને અંગ્રેજોએ આભડછેટના વિકૃત પ્રચાર દ્વારા એ ભૂતાવળને ખૂબ ભડકાવી છે. એ ભૂતાવળને ભગાડવાને એકમાત્ર ઉપાય સંપૂર્ણ ગોવધબંધી અને ખાદીના પુનરુદ્ધારમાં જ રહે છે.
- ' દુર્ભાગ્યે ગાંધીજીના ખ્યાલમાં આ વાત આવી નહિ અને તેઓ તેમના પુરોગામીઓએ અસ્પૃશ્યતા, મંદિર પ્રવેશ અને એક કૂવે પાણી ભરવાના પાડેલા ચીલે દેડી ગયા. પરિણામે આજે અલગ દલિત સંસ્થાનની માગણીના પડછાયા પડવા લાગ્યા છે.
જે દિવસે ભારતમાં સંપૂર્ણ ગોવધબંધી થશે અને ખાદીને પુનઉદ્ધાર થશે તે દિવસે હરિજને અને સવર્ણ ખાદીના તાણાવાણની જેમ એકબીજામાં મળી ગયા હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org