________________
૧૯૪
લાઢવાને બદલે સ્ત્રીએ પોતાના હાથ વડે ધીમેથી રૂની વચ્ચેથી કપાસિયા ખેચી લેતી. ૬૦ નખરથી ઓછા નંબરનું સૂતર જાડુ સૂતર ગણાતું અને તે ટિયા ઉપર કતાનું. ૬૦ થી વધુ નબરનું, છેક ૪૦૦ નંબર સુધીનું સૂતર તકલી ઉપર કાંતવામાં આવતું.
તકલી ૧૦ થી ૧૪ ઈંચ લાંખી રહેતી અને મેટા સાયા જેટલી જાડી રહેતી. તેને એક છેડે માટીના નાના ગાળા લગાવતા, જેથી તકલીનું સમતાલપણું જળવાઈ રહે અને તાર ઉપર પૂરતું વજન આવે.
ગાંધીજીએ ખાદીને પુનઃજીવન આપ્યું ત્યારે ખાદી ભ’ઢારામાં àાઢાના સળિયા નીચે પિત્તળનું ચગદુ' લગાડેલ તકલી વેચાતી. પરંતુ ગાંધીજીએ એ નાપસંદ કરી અને કહ્યું કે ગામડાંઓમાં એ સસ્તામાં સસ્તી અને છતાં કાર્યક્ષમ અને માટે ત્યાં ઉપલબ્ધ વાંસની સળી કે ઝાડની ડાંખળી નીચે માટીના ઠીકરાના ગાળા લગાડી લેવા જોઈએ.
ઝીણુ' કાંતવા માટે સૂકી હવા અનુકૂળ નથી. સૂકી હવામાં ઝીણા અને લાંખા તાર નીકળી શકતા નથી. તાર વારવાર તૂટી જાય છે. માટે ભેજવાળી હવા અને ૮૨ અંશથી એછી ગરમી હાવાં જોઈએ.
માટે આવું ઝીણું કાંતનારી સ્રીએ સંવારે સૂર્ય ઊગે ત્યારથી ૯–૧૦ વાગ્યા સુધી કાંતીને બપોરે કાંતવાનું બંધ કરતી અને સાંજે ચાર વાગ્યાથી સૂર્યાસ્ત સુધી ફરીથી કાંતતી,
આવા સૂતરને પવનના ઝપાટ ન લાગવા જોઈએ, માટે ઘરમાં ભોંયરાં બનાવી તેમાં બેસીને કાંતતી અથવા એરડાનાં બારીબારણાં એવી રીતે ખુલ્લાં રાખતી જેથી સૂતરને પવનના ઝપાટા ન લાગે. ઉપરાંત હવામાં ભેજ જળવાઈ રહે માટે જમીન ઉપર વાર વાર પાણી છાંટથા કરતી.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે વણુની સ્રીએ પાતાના નવરાશના સમય કાંતવામાં ગાળતી અને તેમાંથી પૂરક આવક મેળવીને ઘરની અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં વધારા કરતી. પરિણામે ચાર વર્ણા તાણાવાણાની પેઠે એકખીજામાં વણાઈ જઈને એક સુસંગઠિત સમાજ અનતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org